Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમિલનાડુ અને પોંડીચેરીમાં તમામ બેઠકો પર લડશે કમલ હાસનની પાર્ટી

તમિલનાડુ અને પોંડીચેરીમાં તમામ બેઠકો પર લડશે કમલ હાસનની પાર્ટી

07 February, 2019 06:33 PM IST |

તમિલનાડુ અને પોંડીચેરીમાં તમામ બેઠકો પર લડશે કમલ હાસનની પાર્ટી

કમલ હાસન એકલા હાથે લડશે ચૂંટણી

કમલ હાસન એકલા હાથે લડશે ચૂંટણી


તમિલ ફિલ્મોના સુપર સ્ટાર કમલ હાસને એલાન કર્યું છે કે તેમની પાર્ટી મક્કલ નીધિ મૈયમ આગામી લોકસભા ચૂંટણીમાં તમિલનાડુની તમામ 39 અને પોંડિચેરીની એક બેઠક પર એકલી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાસને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ DMK સાથે કોઈપણ ગઠબંધન કરવા માટે તૈયાર નથી.

કમલ હાસને કહ્યું કે, 'આ તેમના માટે આખા રાજ્યને બદલવાનો મોકો છે. તમિલનાડુ પર તેમનું ફોકસ છે. અને સીટ શેરિંગ માટે તે પોતાનું ફોકસ નથી બદલવા માંગતા. અમે જમીન સુધીના લોકો સાથે જોડાવા માંગીએ છે'.

આ પણ વાંચોઃ આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ



તમિલનાડુની રાજનીતિમાં કમલ હાસનની એન્ટ્રી થતા જ હલચલ તેજ થઈ ગઈ છે. દરેકની નજરો રાજનીતિમાં આવનારા આ નવા સિતારા પર ટકેલી છે. તમામ લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે જે રીતે કમલ હાસન પોતાની પાર્ટી અને વાયદાઓ સાથે લોકોને નવી આશા આપી રહ્યા છે, તેને કેવી રીતે પુરા કરશે તે જોવું રસપ્રદ રહેશે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી, તમામ માટે શિક્ષા, જાતિના ભેદભાવ વિના સમાજ અને યુવાનોની નોકરી જેવા તમામ વચનો કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2019 06:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK