શું આરેમાં દીપડા નથી?

Published: 23rd December, 2020 08:21 IST | Ranjeet Jadhav | Mumbai

ઍક્ટિવિસ્ટ્સે પૅનલના અહેવાલની ઝાટકણી કાઢી

ઍક્ટિવિસ્ટ્સ જણાવે છે કે આરે કૉલોનીમાં દીપડાના વસવાટના સંખ્યાબંધ સગડ મોજૂદ છે; સૌનિક સમિતિના અભિપ્રાયે આરેમાં મેટ્રો કારશેડ માટે ૨૧૦૦ વૃક્ષો હટાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. (ફાઇલ તસવીર: સૈયદ સમીર અબેદી)
ઍક્ટિવિસ્ટ્સ જણાવે છે કે આરે કૉલોનીમાં દીપડાના વસવાટના સંખ્યાબંધ સગડ મોજૂદ છે; સૌનિક સમિતિના અભિપ્રાયે આરેમાં મેટ્રો કારશેડ માટે ૨૧૦૦ વૃક્ષો હટાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. (ફાઇલ તસવીર: સૈયદ સમીર અબેદી)

ગયા વર્ષે આરેમાં દીપડાનો વસવાટ ન હોવાની રાજ્ય દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિની ટિપ્પણીથી ઍક્ટિવિસ્ટ્સમાં હતાશા વ્યાપી ગઈ છે. આ ટિપ્પણીને કારણે મેટ્રો કારશેડ માટે ગ્રીન ઝોનનાં ૨૦૦૦ કરતાં વધુ વૃક્ષો દૂર કરવા માટેનો માર્ગ મોકળો બન્યો હતો.

ચાર સભ્યોની સૌનિક સમિતિના અહેવાલના અંશો પરથી વન વિભાગના સિનિયર અધિકારીએ આ અહેવાલ જુઠ્ઠાણાંઓથી ભર્યો હોવાનું ઍક્ટિવિસ્ટ્સને જણાઈ રહ્યું છે.

સમિતિએ આરે અને દીપડા પરનો એનો અભિપ્રાય ગયા ઑક્ટોબર મહિનામાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટના પત્રના આધારે તૈયાર કર્યો હતો.

ઍક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના તત્કાલીન ડિરેક્ટર પૅનલમાં હતા અને આરે કૉલોનીમાં દીપડાની મોજૂદગીથી તેઓ અજાણ હોય એ માન્યામાં આવતું નથી.

પર્યાવરણવિદ્ સ્ટાલિન ડી જણાવે છે ૨૦૧૩માં વન વિભાગે જણાવ્યું હતું કે આરે અને એસજીએનપી સમાન જૈવિક વૈવિધ્ય ધરાવે છે. સૌનિક સમિતિની મૂળ રચના જ ખામીયુક્ત હતી. સ્વતંત્ર વિશ્વસનીય સંશોધકોનાં તારણો રદ કરવાનું અનવર અહેમદનું પગલું અર્થહીન હતું.

શહેર સ્થિત એનજીઓ એમ્પાવર ફાઉન્ડેશનના જલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે આરેમાં દીપડા તથા કેટલીક દુર્લભ પ્રજાતિઓની હાજરીનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. અમે આરેમાં વન અધિકારીઓ સાથે દીપડાના રેસ્ક્યુ ઑપરેશનનો ભાગ રહ્યા છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK