બિહારમાં નીતીશકુમારની પાર્ટીના ધારાસભ્યે જેલમાંથી માગી ખંડણી

Published: 30th October, 2012 05:21 IST

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર કાયદો અને વ્યવસ્થાને મુદ્દે રાજ્યની છાપ સુધરી હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે તેમની જ પાર્ટી જેડીયુના એક ધારાસભ્યએ જેલમાંથી ખંડણી માગતાં વિવાદ સર્જાયો છે. જેડીયુના ધારાસભ્ય મુન્ના યાદવે એક એન્જિનિયરિંગ કૉલેજના ડાયરેક્ટર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.



બિહારની પટના સાહિબ ગ્રુપ ઑફ કૉલેજના ડાયરેક્ટર સંતલાલ યાદવે કહ્યું હતું કે મુન્ના યાદવે બે વખત તેમની પાસે ખંડણીની માગણી કરી હતી. મુન્નાએ એવી ધમકી પણ આપી હતી કે જો રકમ નહીં મળે તો તેમણે જાન ગુમાવવી પડે. મુન્ના યાદવ ઉત્તર બિહારના જેડીયુના બાહુબલી ધારાસભ્ય છે. યાદવના જણાવ્યા પ્રમાણે મુન્નાએ મુખ્ય પ્રધાનના અધિકાર યાત્રા માટે બે કરોડ રૂપિયા મોકલવાનો આદેશ આપ્યો હતો. મુન્ના યાદવ અત્યારે ભૂતપૂર્વ પ્રધાન બ્રિજબિહારીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

જેડીયુ = જનતા દળ યુનાઇટેડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK