બોઇસર પોલીસ સાથે મળીને ગયા મહિને બોઇસરમાં મંગલમ જ્વેલરી શૉપમાં થયેલી ઘરફોડીની તપાસ કરી રહેલી પાલઘર એટીએસે અંતે આ ઘટનાના બે આરોપીઓને શોધી કાઢીને ગઈ કાલે રાતે તેમને ઝારખંડમાંથી ઝડપી લીધા હતા.
પાલઘર એટીએસ સાથે જોડાયેલા એપીઆઇ ગીતારામ શિવાલેએ તેમની ટીમ સાથે મળીને ગઈ કાલે ઝારખંડના ખટીટોલા પીરપુર ગામની સ્થાનિક પોલીસની મદદથી ૨૮ વર્ષના બદરુદ્દીન શેખ અને ૩૨ વર્ષના હાશીમ શેખની ધરપકડ કરીને તેમની પાસેથી અંદાજે પાંચ લાખ રૂપિયાના દાગીના પ્રાપ્ત કર્યા હતા.
પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ એટીએસ ટીમ આરોપીઓની તલાશમાં પશ્ચિમ બંગાળ ગઈ હતી. અન્ય સ્ટાફ ઝારખંડમાં રોકાયો હતો, જ્યાં તેમને મંગલમ જ્વેલરી શૉપમાં થયેલી ચોરીના આરોપીઓ છુપાયા હોવાની માહિતી મળતાં છટકું ગોઠવીને પોતાના ખેતરમાં સૂઈ રહેલા આરોપીઓને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમ્યાન તેમણે અન્ય આરોપીઓ ૨૫ વર્ષના અલેમાગીર શેખ અને ૨૫ વર્ષના રફિક શેખ, ૩૨ વર્ષના બદરુદ્દીન શેખ તેમ જ ૩૨ વર્ષના જમીલ શેખનાં નામ જાહેર કર્યાં હતાં.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની સહાયથી આ ચારેચાર આરોપીઓના ઘરે દરોડો પાડ્યો હતો, પણ તેઓ ફરાર થઈ ગયા હતા. વધુ તપાસ કરતાં અન્ય આરોપીઓ મનસૂર ઉરર્ફે મિસ્ત્રી, નાસુ ઉર્ફે નાસવા, કમરુદ્દીન ઉર્ફે કલ્લુ અને અન્ય ત્રણથી ચાર નેપાલી નાગરિકો (સુરક્ષા-કર્મચારીઓ) સામેલ હોવાનું બહાર આવ્યું હતું. એટીએસ ટીમ ધરપકડ કરાયેલા આરોપીઓને લઈને પાલઘર પાછી આવી રહી છે.
પ્રધાન મંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કોનો પ્રારંભ
21st January, 2021 14:18 ISTએલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને મુંબઈ પોલીસને પોલીસ ચોકી ભેટ આપી
21st January, 2021 13:24 ISTગુજરાત હવે બનશે ગોવા
21st January, 2021 11:51 ISTતેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે
21st January, 2021 10:59 IST