Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > UPના સીએમને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર આરોપીની મુંબઇથી ધરપકડ

UPના સીએમને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર આરોપીની મુંબઇથી ધરપકડ

24 May, 2020 01:34 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

UPના સીએમને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર આરોપીની મુંબઇથી ધરપકડ

કામરાન

કામરાન


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર આરોપીની મુંબઇના ચુનાભટ્ઠી વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. ઓરોપિતની શોધમાં એસટીએફની એક ટીમે મહારાષ્ટ્રમાં ડેરો જમાવ્યો હતો. આરોપીને યૂપી એસટીએફે મુંબઇ પોલીસની મદદથી બીજા જ દિવસે તેની ધરપકડ કરી લીધા. પકડાયો આરોપી કામરાન અમીન પુત્ર સ્વ અમીન ચુન્નૂ ખાન છે. ધમકીભર્યો સંદેશ યૂપી 112ના હેલ્પડેસ્કના જે વૉટ્સએપ નંબરથી આવ્યો હતો, તે મહારાષ્ટ્રનો છે. તેણે મેસેજમાં સીએમ યોગીને સંપ્રદાય વિશેષનો દુશ્મન પણ કહ્યું હતું.

એસટીએફના એએસપી વિશાલ વિક્રમ સિંહે જણાવ્યું કે 24 મે સુધી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને યૂપી એસટીએફની ટીમ લખનઉ માટે રવાના થઈ ગઈ છે. આ ષડયંત્રમાં કોઇક સંગઠનનું હાથ છે કે નહીં તે તેની પૂઠપરછ પછી જ ખબર પડશે. પોલીસ, એસટીએફ, ક્રાઇમ બ્રાન્ચ, સર્વિલાન્સ સહિત ઘણી ટીમ્સ આરોપીની શોધમાં લાગેલી હતી. આ મામલે ગોમતીનગર થાણામાં અજ્ઞાત વ્યક્તિ વરુદ્ધ આઇપીસીની ધારા 505(1)/(b), 506 અને 507 હેઠળ ઇન્સ્પેક્ટર ધીરજ શુક્લાના કહેવા પર એફઆઇઆર નોંધવામાં આવી હતી.



પાંચમી ફેલ સિક્યોરિટી ગાર્ડે આપી હતી સીએમને ધમકી
મુંબઇના સ્વદેશી મિલ કમ્પાઉન્ડ ન્યૂ મ્હાડા કૉલોની નિવાસ કામરાન(25) અમીન માંડવી મુંબઇ 3માં રહેતો હતો, પણ ત્યાંની બિલ્ડિંગમાં સમારકામનું કામ થઈ રહ્યું છે. તેણે ફક્ત પાંચ ધોરણ સુધી સ્ટડી કરી, ફેલ થયા પછી સ્કૂલ ગયો નહીં. તે ઝાવેરી બજારમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. વર્ષ 2017માં સ્પાઇનલ ટીવીનું ઑપરેશન થયો તેના પછીથી કોઇ કામ નતી કર્યું. આરોપીના પિતા ટેક્સી ચલાવતા હતા જેમની બે મહિના પહેલા જ મૃત્યુ થઈ ગયું. તે બે ભાઇ છે. મોટા ભાઈ ઇમરાન અમીન ખાન મોબાઇલ રિપેયરિંગના કામ કરે છે. મમ્મી શિરીન અમીન ખાન પહેલા ટીચર હતાં અને હવે કંઇ નથી કરતાં. એક બહેન, જે મહેન્દીની ક્લાસેસ કરી રહી છે, તેના યૂપીમાં કોઇ સંબંધી નથી.


ડ્રગના નશાની ટેવ છે આરોપી
લખનઉ એસટીએફના એએસપી તેમજ પ્રભારી વિશાલ વિક્રમ સિંહે જણાવ્યું કે આરોપી ડ્રગના નશાનો આદી પણ છે.

21મેના મોડી રાતે આવ્યો હતો ધમકીભર્યો મેસેજ
યૂપી પોલીસના 112 મુખ્યાલયમાં ગુરૂવારે મોડી રાતે લગભગ સાડાબાર વાગ્યે એક વૉટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજ જાયલ 112ની સોશિયલ મીડિયા ડેસ્કના વૉટ્સએપ નંબર પર આવ્યો હતો. મેસેજમાં લખ્યું કે, "સીએમ યોગીને બૉમ્બતી મારવાનો છું. તે(એક ખાસ સમુદાયનું નામ લખ્યું)ના જીવનો શત્રૂ છે." આ મેસેજ બાદ તત્કાળ આલા ઑફિસરોનેઆ અંગે માહિતી આપવામાં આવી.


મેસેજ મળવાના માત્ર 19 મિનિટમાં એફઆઇઆર નોંધાઇ
અધિકારીઓએ જણાવ્યું કે ગોમતીનગર થાણામાં કેસ દાખલ કરાવામાં આવ્યો છે. ખાસવાત એ છે કે આ મામલે પોલીસે સંપૂર્ણ તત્પરતા ગાખવી. મેસેજ 21મેની રાતે 12 વાગીને 32મિનિટે મળ્યો હતો. આ મેસેજ મળવાની માત્ર 19મિનિટમાં 12 વાગીને 51 મિનિટે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 01:34 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK