નંદુરબારમાં 150 ફૂટ ઉંડા ખાડામાં વાહન પડતા પાંચનુ મૃત્યુ, સાત ઈજાગ્રસ્ત

Published: 23rd January, 2021 14:46 IST | Gujarati Mid-day Online Correspondent | Maharashtra

મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં એક વાહન 150 ફુટ ઉંડી ખીણમાં પડી જવાથી 5 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને સાત લોકો ખરાબ રીતે ઘાયલ થયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં એક વાહન 150 ફુટ ઉંડી ખીણમાં પડી જવાથી 5 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને સાત લોકો ખરાબ રીતે ઘાયલ થયાં હતાં. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે સવારે લગભગ 10.30 વાગ્યે તોરણમલ હિલ સ્ટેશનથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત ખાકી ઘાટના પર્વતીય વિસ્તારમાં થયો હતો.

તમામ પીડિતો નંદુરબારના ઝપ્પી ફલાઈ ગામના રહેવાસી છે. આ લોકો રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા વાહનથી તોરણમલની યાત્રા કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, 'ડ્રાઈવરનો વાહન પરથી નિયંત્રણ કાબૂ ગુમવતા વાહન 150 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. નંદુરબારના પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના નંદુરબાર 21 ઑક્ટોબર 2020ના રોજ પણ ખામચોન્દર ગામ પાસે એક બસ 40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી, જેનાંથી 5 લોકોનું મોત થઈ ગયું હતું અને 35 અન્ય લોકો ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. બસમાં કુલ 40 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. આ બાસ મલકાપુર (બુલઢાણા)થી સુરત તરફ જઈ રહી હતી. કોદઈબારી ઘાટ પહોંચ્યા બાદ બસ નિયંત્રણથી બહાર ચાલી ગઈ હતી. જણાવી દઈએ કે કાબૂ ગુમવ્યા બાદ બસ ડ્રાઈવર, ક્લીનર અને અન્ય ત્રણ પ્રવાસીઓનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK