રાજસ્થાનના નાગોરમાં બે બસ વચ્ચે અકસ્માત : ૧૧નાં મૃત્યુ, ૧૨ ઘાયલ

Updated: Nov 24, 2019, 13:08 IST | jaipur

એક મિની બસની સામે આખલો આવી જતાં તેના ડ્રાઇવરે બસને સાઇડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સામેથી આવતી બીજી મિની બસ અથડાઈ પડી હતી.

રાજસ્થાનના નાગોર વિસ્તારમાં શનિવારે સવારે લગભગ સાડાત્રણની આસપાસ બે બસ ટકરાતાં ૧૧ ઉતારુનાં ત્યાં ને ત્યાં મૃત્યુ થયાં હતાં અને બીજા કેટલાકને ઈજા થઈ હતી.

મળતા રિપોર્ટ મુજબ એક મિની બસની સામે આખલો આવી જતાં તેના ડ્રાઇવરે બસને સાઇડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સામેથી આવતી બીજી મિની બસ અથડાઈ પડી હતી.

ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં છ વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર ઉતારુઓને જયપુરની મોટી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

બન્ને બસનો આગળનો હિસ્સો પૂરેપૂરો તૂટીફૂટી ગયો હતો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની મદદે લાગી હતી. પોલીસે કહ્યું હતું કે મોડી રાતનો સમય હોવાથી બન્ને બસની સ્પીડ વધુ હતી અને આખલો વચ્ચે આવી જતાં એક બસના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK