જોઈએ છે... જોઈએ છે - (લાઇફ કા ફન્ડા)

Published: 28th December, 2018 09:53 IST | હેતા ભૂષણ

કવિતાનું ર્શીષક...

લાઇફ કા ફન્ડા 

એક અંગ્રેજી પુસ્તકમાં સરસ કવિતા વાંચી. કવિતા એક જાહેરખબર લખી હોય એ રીતે લખવામાં આવી હતી. આ કવિતાનો સાર એટલો બધો સરસ હતો કે દરેકે જાણવો જ જોઈએ.

કવિતાનું ર્શીષક...

તરત જોઈએ છે, પરંતુ (લોહી નહીં)

ર્શીષકમાં જ લખનાર કવિ સમજાવી દે છે કે જીવન ટકાવી રાખવા માટે માત્ર લોહી નહીં, બીજું ઘણું જોઈએ છે.

જોઈએ છે એક ઇલેક્ટિÿશ્યન જે બે વાત ન કરતી, એકબીજા સાથે ન બોલતી વ્યક્તિઓ વચ્ચેના તૂટેલા સંવાદનો તાર ફરી જોડી આપે, લાગણીના પ્રવાહને બન્ને તરફ વહેતો કરી આપે.

જોઈએ છે એક એવાં ચશ્માં બનાવનાર જે બધાનો જીવન પ્રત્યેનો, અન્ય માનવ પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખે.

જોઈએ છે એક એવો કલાકાર જે દરેકના ચહેરા પર એક સુંદર સ્મિતની રેખા દોરી આપે.

જોઈએ છે એક એવો બિલ્ડર જે શાંતિ અને સ્નેહનો પુલ બાંધી આપે.

જોઈએ છે કે એવો ખેડૂત જે સારા વિચારોની ખેતી કરી આપે.

આ બધા જોઈએ છે જીવનને શણગારવા માટે, સમાજને સુધારવા માટે, સમાજને અને જિંદગીને જીવવા જેવી કરવા માટે.

અને હા, એક ખાસ જોઈએ છે ગણિતના શિક્ષક જે આપણને બધાને જિંદગીના સરવાળા-બાદબાકી ફરીથી કરતાં શીખવાડે, જે આપણને એકબીજાની અને પ્રકૃતિની સાચી કિંમત સમજાવે અને ઈશ્વરે આપણા પર કેટલી કૃપા કરી છે એ ગણતાં શીખવાડે.

આ કવિતાના ભાવને બધાએ જાણવાની જરૂર એટલા માટે છે કે આ જે-જે વ્યક્તિઓ જોઈએ છે તે વ્યક્તિઓ શોધવાની નથી, પણ આપણે પોતે તે વ્યક્તિઓ બનવાનું છે. ચાલો એકબીજા વચ્ચે લાગણી-પ્રેમના તારને જોડી દઈએ, બીજાના દૃષ્ટિકોણને સમજીને નિર્ણય લઈએ. ચાલો રોજ એક ચહેરા પર સ્મિત લાવીએ. ચાલો અંદર-અંદર દુશ્મની ભૂલીને સ્નેહ-શાંતિનો પુલ બાંધીએ, પૂવર્ગ્ર હો ભૂલીને સારા વિચાર કરીએ. અન્ય માટે સારા વિચાર રાખીએ અને બાળકોને સારા સંસ્કાર આપીએ અને ઈશ્વરે આપણા પર કરેલી દરેક કૃપાને ગણીને રોજ ઈશ્વરનો આભાર માનીએ. પ્રકૃતિની અને એનાં તkવોની કિંમત સમજીને એનો વેડફાટ ન કરીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK