ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૬૫થી ૭૫ ટકા મતદાન

Published: 30th December, 2011 05:08 IST

ગુજરાતની ૮૨૭૦ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૫થી ૭૫ ટકા મતદાન થયું હતું. એની મતગણતરી આવતી કાલે હાથ ધરવામાં આવશે.અમદાવાદ: ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયત પૈકી ૨૧૨૪ ગ્રામપંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી જેથી ૮૨૭૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે ગઈ કાલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ગુજરાતનાં ૯ ગામોમાં જુદા-જુદા ૧૧ વૉર્ડમાં  મતપત્રકમાં ઉમેદવારનાં નિશાનમાં ભૂલ હોવાને કારણે આ ૧૧ વૉર્ડમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાં આજે મતદાન થશે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કલ્યાણપુર અને બેગવા ગામે તેમ જ દાહોદ જિલ્લાના સરસવા-પૂર્વ, મોટા નટવા અને ભૂવેરા ગામે મતદાનમથકોમાંથી મતપત્રો અને મતપેટી ઝૂંટવાના બનાવો નોંધાયા હતા, જેથી એ સ્થળોએ મતકેન્દ્રોમાં અને કેન્દ્રોની આસપાસ બનેલા બનાવોથી મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK