કેન્દ્ર સરકારે ગર્ભપાતના કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો

Published: 2nd November, 2014 05:18 IST

ગર્ભપાત (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી)ની મુદત વધારીને ગર્ભધારણનાં ૨૦થી ૨૪ અઠવાડિયાં કરવા કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ બિલ વેબસાઇટ પર મૂક્યું છે, જેમાં રસ ધરાવતા પક્ષો અને સામાન્ય જનતાને તેમના વિચાર વેબસાઇટ પર ૧૦ નવેમ્બર સુધીમાં મૂકવા અનુરોધ કરવામાં આવ્યો છે.હાલમાં પ્રવર્તી રહેલા ૧૯૭૧ના મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) ઍક્ટ મુજબ કોઈ પણ મહિલાને તેની ગર્ભાવસ્થા દરમ્યાન જાણ થાય કે આવનારું બાળક તેને અથવા મહિલાને જોખમી થાય એવી બીમારીથી પીડાતું હોય તો સંબંધિત મહિલા તેની ગર્ભાવસ્થાનાં ૨૦ અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકે છે. આ MTP કાયદા વિશે વિવાદ ૨૦૦૮થી શરૂ થયો હતો જ્યારે ૨૦ અઠવાડિયાંની ગર્ભવતી નિકિતા મહેતા અને તેના ડૉક્ટર ડૉ. નિખિલ દાતારે હાઈ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. જોકે હાઈ કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી અને આખરે નિકિતાને કસુવાવડ થઈ હતી, પરંતુ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણી ૮ ડિસેમ્બરે થશે.

MTP કાયદામાં પ્રસ્તાવિત સુધારો ગર્ભપાત કરવાની ૨૦ અઠવાડિયાંની મુદત વધારીને ૨૪ અઠવાડિયાં કરવાની છે.

ડૉ. દાતાર અને નિકિતાના વકીલ અમિત કારખાનીસે રાહતનો શ્વાસ લેતાં જણાવ્યું હતું કે અમને એમ હતું કે સરકાર કોર્ટની દખલ બાદ જ પગલાં લેશે, પરંતુ સરકારે જાતે જ આ મુદત વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

MTPની જુદા-જુદા દેશોમાં મુદત

બ્રિટનમાં MTPની મુદત ૨૪ અઠવાડિયાં છે. અમેરિકામાં MTP ધારો જુદાં-જુદાં રાજ્યોમાં જુદો-જુદો છે, પરંતુ આ મુદત ૨૨થી ૨૪ અઠવાડિયાં જેટલી છે. ચીનમાં આ મુદત ૨૮ અઠવાડિયાંની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK