શોકિંગ : અમેરિકામાં કિડનૅપ થયેલી 10 મહિનાની ભારતીય બાળકીની હત્યા

Published: 27th October, 2012 06:37 IST

અમેરિકામાં સોમવારે કિડનૅપ થયેલી ૧૦ મહિનાની બાળકી સાન્વી વેન્નાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી શંકા છે છે કે પૈસાની લાલચમાં કિડનેપર્સે બાળકીની હત્યા કરી છે. આ હત્યાના સંદર્ભે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર બાળકીનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટના સંકુલમાંથી મળી આવ્યો હતો. પોલીસે યન્દામુરી નામના એક ઈસમની ધરપકડ કરી છે. તેના પર શાનવીનું અપહણ કરવાનો તેમજ બાદમાં ખંડણી માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ જાહેર કરવામાં આવ્યું હતું કે આ બાળકીનો પત્તો આપનાર માટે ઇનામની રકમ વધારીને ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૨૬ લાખ રૂપિયા) કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયા શહેરની ટાઉનશિપમાં કિડનૅપર્સ મૂળ આંધ્ર પ્રદેશના વતની વેન્કટ વેન્નાના ઘરે ત્રાટક્યા હતા અને સાન્વીનું અપહરણ કરી ગયા હતા.

સાન્વીનાં દાદીમા સત્યવતીએ પૌત્રીને બચાવવાનો પ્રયાસ કરતા અપહરણકારોએ તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ અમેરિકામાં વસતા તેલુગુભાષીઓ જ નહીં પણ સમગ્ર ભારતીય સમુદાયમાં આઘાતની લાગણી ફેલાવી હતી. માસૂમ સાન્વીને શોધી કાઢવા માટે અમેરિકી પોલીસ દ્વારા મોટા પાયે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે સાન્વી વિશે માહિતી આપનાર માટે ૩૦,૦૦૦ ડૉલરનું ઇનામ જાહેર કર્યું છે, જ્યારે નૉર્થ અમેરિકાના તેલુગુ અસોસિએશને ઇનામની રકમ વધારીને ૫૦,૦૦૦ ડૉલર કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK