Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાત બુક ‘સેપિયન્સ’ની,વાત તમારી આવતી કાલની

વાત બુક ‘સેપિયન્સ’ની,વાત તમારી આવતી કાલની

07 April, 2019 03:26 PM IST |
આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

વાત બુક ‘સેપિયન્સ’ની,વાત તમારી આવતી કાલની

વાત બુક ‘સેપિયન્સ’ની,વાત તમારી આવતી કાલની


ભૂતકાળમાં રહેવું મને ગમતું નથી. ક્યારેય નહીં. પાસ્ટમાં રહેવાનું ન હોય, પાસ્ટ પાસેથી શીખવાનું હોય અને જે પાસ્ટમાંથી શીખી નથી શકતા એ કાયમ માટે ભૂતકાળ બની જાય છે. મને પાસ્ટ એટલે કે ભૂતકાળ નથી ગમતો એટલે મને ઇતિહાસ પણ નથી ગમતો. સાચું જ કહું છું. આપણે ત્યાં જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણી હારનો ઇતિહાસ છે. આ વાત મેં ઓશોની એક સ્પીચમાં સાંભળી હતી. આપણાં મ્યુઝિયમ પણ એ જ પ્રકારનાં મ્યુઝિયમ છે કે એમાં આપણને સતત હાર દેખાયા કરે છે, આપણી નાલોશી દેખાયા કરે છે.

તમે આપણી હિસ્ટ્રીની સ્કૂલ બુક્સને પણ જુઓ તો તમને એમાં શહીદોની જ વાતો મળશે. શહીદી એ ગર્વ લેવા જેવી વાત છે, પણ એ શહીદીને સતત આંખ સામે રાખવાની જરૂર હોય એવું મને લાગતું નથી. મૅ બી, મારી આ વિચારધારા કોઈને અયોગ્ય પણ લાગે, પણ મૂળ વાત એ છે કે મને ભૂતકાળમાં રહેવું ગમતું નથી અને એટલે જ મોગલો સામે આપણે આમ કયુર્ં અને આઝાદી સમયે લૉર્ડ માઉન્ટબેટને આવી રમત કરી.



મોગલો સામે તમે લડ્યા તો લડ્યા, હજુ શું છે એનું. પેઢીઓની પેઢીઓ ખતમ થઈ ગઈ એ પછી પણ તમે હજુ પણ ત્યાં જ અટવાયેલા છો અને હજુ પણ એ જ આઝાદીની વાત કરો છો. આઝાદીને સિત્તેરથી વધારે વષોર્ થઈ ગયાં છે. ઍગ્રી કે, તમને પાકિસ્તાનથી નફરત છે અને એ નફરતની આગને બ્રિટિશરોએ પોતાના લાભ માટે પૂરેપૂરી સળગાવી દીધી, પણ મારું કહેવું એ છે કે દરેક વખતે આપણે એ જ ચર્ચાઓને પકડીને આગળ વધ્યા કરીશું તો કેમ ચાલશે. અરે, હું તો કહીશ કે નફરત કરવી હોય તો કરો, પણ એ નફરતને સાથે રાખીને બેસી રહો નહીં. યુદ્ધ કરવું આસાન નથી, એ સાચું પણ દરરોજ લડ્યા કરવાની વાત પણ સરળ તો નથી જ નથી.


હમણાં હું કાશ્મીર ગયો હતો. ત્યાં મેં જોયું કે લોકો સતત ડરતાં-ફફડતાં રહે છે અને જૂની વાતોને લઈને હજુ પણ આક્રોશ કાઢ્યા કરે છે. મને લાગે છે કે આપણે બે વાત કરવાની ખૂબ જ જરૂર છે. એક તો એ કે આપણે આપણા દેશને ઇઝરાયલ પૅટર્નથી હૅન્ડલ કરવો જોઈએ. એકેક ઘરમાં, એકેક સોસાયટીમાં સૈનિક હોય એવું વાતાવરણ ઊભું કરી દો. દેશદાઝ પણ આવશે અને દેશપ્રેમ પણ આવશે. આપણા દેશની લેફ્ટ સાઇડ પર પાકિસ્તાન છે અને કાયમ રહેશે એ હકીકત સ્વીકારી લો. લેફ્ટ સાઇડ પર પાકિસ્તાન અને રાઇટ સાઇડ પર ચીન. આ બન્ને દુશ્મનોને સ્વીકારી લઈશું તો આપણે ખરેખર વહેલી વાસ્તવિકતા સ્વીકારતા થઈ જઈશું અને વાસ્તવિકતા એક એવું હથિયાર છે કે એને જેટલું ઝડપથી સ્વીકારો એટલું ઝડપથી એ વાપરવા લાયક બની જાય. પાકિસ્તાન અને ચીન તમારી આજુબાજુમાં ગોઠવાયેલાં છે અને એ કાયમ આમ જ ગોઠવાયેલાં રહેશે.

ભૂતકાળની વાતો અને ભૂતકાળમાં એણે કરેલા કાંડો ભૂલીને જો આગળ વધવું હોય તો દસ અને વીસ વર્ષ પછીના ભારતનો વિચાર કરીને ચાલવું પડશે અને એ પણ આજે. જો તમને એવું લાગતું હોય કે તમારે કાયમ માટે આતંકવાદથી છુટકારો જોઈએ છે તો તમારે એકેક વ્યક્તિના મનમાં દેશદાઝ જન્માવી દેવી પડશે. હમણાં મેં ‘કેસરી’ જોયું. જો તમે જોયું ન હોય તો એક વખત જોઈ આવજો. તમને અંત ખબર હોય તો પણ એ આખી વાત સાંભળવી તમને ગમે. તમને ખબર જ છે કે એ એકવીસમાંથી એક પણ શીખ પાછો નથી ફરવાનો અને તો પણ તમને એ સેનાના એકેક ઘા પર તાળીઓ પાડવાનું મન થઈ આવે. સેના ઘા મારતી હોય અને તમારી અંદરનું ઝનૂન જાગતું હોય. હું જ તમને કહું છું કે ઇતિહાસ મને ગમતો નથી અને હું જ કહું છું કે ઇતિહાસ આધારિત આ ફિલ્મ મને ગમી. મારા આ એક જ કૉન્ટ્રાડિક્ટ થયેલા સ્ટેટમેન્ટની તમને સ્પષ્ટતા કરું.


‘કેસરી’માં એક એવા ભૂતકાળની વાત છે, જેમાં વર્તમાનને અસર ન થાય એની માટે લોહી રેડનારા શીખો શહીદ થયા છે. ‘કેસરી’માં એક એવા ભૂતકાળની વાત છે કે જેમાં ભાગવું આસાન હોય તો પણ ભાગવાને બદલે લડવાની ભાવના શીખવવામાં આવી છે, જે આપણે ત્યાં ભાગ્યે જ શીખવવામાં આવે છે. લડવું જરૂરી છે. દરેક વખતે તમે નફરતની વાતો મનમાં ભરીને બેસી ન શકો. કોઈ વખત તમારે દેખાડવું પણ પડે કે મારતાં-કાપતાં અને કાપીને ફેંકી દેતાં તમને પણ આવડે છે પણ એ કરવાનું મન થતું નહોતું એટલે તમે સહન કર્યા કયુર્ં, પણ હવે નહીં, લડો અને લડો ત્યારે એવી જ તીવþતા સાથે લડો જેટલી તીવþતાથી તમે પ્રેમ કરતા હતા અને પ્રેમનાં ભાષણ આપતા હતા.

ઓશોએ કહ્યું છે, ‘જે ગમે એ કરો, પણ કરો ત્યારે દિલથી કરો. જો ન ગમતું પણ કરવાનું આવે અને એ કરવું જ પડે તો પછી એ ન ગમતી પરિસ્થિતિને પણ પ્રેમ કરવાનું શરૂ કરી દો. તમને બેસ્ટ રિઝલ્ટ મળશે જ મળશે.’

ઓશો સાંભળવાની મને હમણાં આદત પડી છે તો સાથોસાથ મને હમણાં એક બુક, નામ એનું ‘સેપિયન્સ’ પણ વાંચવાની આદત પડી છે. હા, આદત પડી છે. આ બુક મેં ઑલરેડી બે વખત વાંચી લીધી છે અને અત્યારે હું એ ત્રીજી વખત વાંચું છું. આ બુકનું આખું ટાઇટલ છે ‘સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઑફ હ્યુમનકાઇન્ડ’.

આ બુકનો રાઇટર છે યુવાલ નોહ હરારી. અદ્ભુત રિસર્ચ સાથે તેણે આ બુક લખી છે. એવું નથી કે આ બુક માટે તેણે પગપાળા પ્રવાસો કર્યા છે. ના, એવું નથી, પણ આ બુક માટે તેણે સેંકડો બુક વાંચી છે અને લાઇબ્રેરીમાં બેસીને રિસર્ચ કર્યું છે. પગપાળા જવું અને લાઇબ્રેરીમાં બેસીને રિસર્ચ કરવું એ બન્ને સરખી મહેનતનું કામ છે. બુકના ટાઇટલમાં જે શબ્દ વપરાયો છે એ સેપિયન્સનો અર્થ થાય છે પ્રજાતિ. આપણી પ્રજાતિઓ પર આંકડાકીય માહિતી મેં ખાસ અલગ તારવી છે, જે તમારે વાંચવા જેવી છે. આ આંકડાઓ તમને ખૂબ બધું શીખવાડી અને સમજાવી શકે એમ છે.

‘સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઑફ હ્યુમનકાઇન્ડ’માં કહેવાયા મુજબ, ૧૩.૫ અબજ વર્ષ પહેલાં એનર્જી‍ની શરૂઆત થઈ અને ૪.૫ અબજ વર્ષ પહેલાં આ ધરતી એટલે કે આપણે અત્યારે જ્યાં છીએ એ પૃથ્વીનું નર્મિાણ થયું. પૃથ્વીના જન્મ પછી આ પૃથ્વી પર પહેલો જીવ આવ્યો છેક ૩.૮ અબજ વર્ષે અને ૬ મિલિયન વર્ષ પહેલાં હ્યુમન ચિમ્પાન્ઝીનો જન્મ થયો. જન્મ થયો અથવા તો એ કન્વર્ટ થઈને હ્યુમન ચિમ્પાનીઝ બન્યો. જરા વિચાર કરજો, આ ચિમ્પાનીઝ કઈ સ્તર પર ગ્રેટ છે કે આટલાં વષોર્ પહેલાં બન્યા અને આજે પણ એ હયાત છે.

આપણી મૂળ વાત આગળ વધારીએ.

૬ મિલ્યન વર્ષ પહેલાં હ્યુમન ચિમ્પાન્ઝી આવ્યા અને ૨.૫ મિલિયન વર્ષ પહેલાં આ પ્રાણીનું માણસમાં પરિવર્તન થવાનું શરૂ થયું જે કાળક્રમ પૂર્ણ મનુષ્ય બનવાની દિશામાં આગળ વધ્યું. આ શરૂઆત થઈ હતી આફ્રિકાથી અને પછી બે મિલ્યન વર્ષ પહેલાં માણસે આફ્રિકાથી નીકળીને અલગ-અલગ દિશાઓમાં જવાનું શરૂ કયુર્ં. એ પછી વષોર્ સુધી આપણે આગ વિના જ જીવ્યા અને ૩ લાખ વર્ષ પહેલાં આપણે આગનો ઉપયોગ કરતાં થયા. લગભગ ૧૩,૦૦૦ વર્ષ પહેલા હૅમો કહેવાય એવા લોકોનો અંત આવ્યો અને મારા-તમારા જેવા હ્યુમન આવ્યા, આજના આ હ્યુમને ૧૨,૦૦૦ વર્ષ પહેલાં ખેતીની શરૂઆત કરી અને અહીંથી આજના સંસારનું નર્મિાણ શરૂ થયું. આ સંસારનો ખરાબ સમય શરૂ થયો ૫૦૦૦ વર્ષ પહેલાં, જ્યારે આદાનપ્રદાનમાં ચલણનો ઉપયોગ થવાનો શરૂ થયો. એ પછી ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધિઝમ શરૂ થયું અને ૨૦૦૦ (એક્ઝૅક્ટ ૨૦૧૯) વર્ષ પહેલાં ક્રિિયનિઝમની શરૂઆત થઈ. ૧૪૦૦ વર્ષ પહેલાં ઇસ્લામ આવ્યો અને ૫૦૦ વર્ષ પહેલા સાયન્ટિફિક રેવૉલ્યુશન આવ્યું, જેણે આજની આ સુવિધા અને સંપન્તા આપી. ‘સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઑફ હ્યુમનકાઇન્ડ’માં કહેવાયું છે કે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને ભૂલી શકાશે નહીં. ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંત મુજબ, ઉત્ક્રાંતિ ક્યારેય રોકાશે નહીં અને એને રોકવાનો કોઈ અર્થ પણ નથી. એનો અર્થ એવો થયો કે ભવિષ્યમાં એટલે કે તમારી આઠ-દસ પેઢી પછી કદાચ ઇન્ટેલિજન્ટ પ્રજાતિનું સર્જન થશે જે મારા-તમારા જેવા નૉર્મલ હ્યુમન નહીં હોય, પણ સુપર હ્યુમન હશે, બની શકે કે રોબોટ પોતાનું રાજ હાથમાં લઈ લે અને પૃથ્વી એના કબજામાં હોય.

જો આપણું ભવિષ્ય આવું હોય તો પછી શું કામ જૂની વાતોને પકડીને બેસી રહેવું. આવતી કાલે શું થવાનું છે એની કલ્પના પણ કોઈ કરી નથી શકતું ત્યારે તમે ભૂતકાળને પકડીને બેસી રહો તો એનો શું લાભ થવાનો. બહેતર છે, આજને માણી લો અને આજને જીવી લો. આવતી કાલે તો સાલ્લું હ્યુમન નામનો માણસ પણ અસ્તિત્વમાં રહેવાનો નથી.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2019 03:26 PM IST | | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK