પુલવામા પહેલાંના આપણે પુલવામા પછીના આપણે

ભવ્ય ગાંધી | Mar 10, 2019, 09:07 IST

સરકારે જે કોઈ સ્ટેપ્સ લીધાં છે એ એની ઇચ્છા નહોતી, એ આપણી એકતાની ઇચ્છા હતી અને એ એકતાને જોઈને જ સરકારે આપણા વિચારોને માન આપીને પાકિસ્તાન પર હુમલો કર્યો

પુલવામા પહેલાંના આપણે પુલવામા પછીના આપણે
પુલવામા પછી આપણે જે પ્રકારે પાકિસ્તાન પર અટૅક કર્યો એ હકીકતમાં તો આપણી, દેશના નાગરિકોની એકતાની જીત હતી. પાકિસ્તાન પાસેથી આપણા વિન્ગ કમાન્ડર જે રીતે પાછા આવ્યા એમાં પણ આપણી જીત હતી. આપણને જોઈને જ આપણી સરકારમાં હિંમત આવી હતી.

આરંભ હૈ પ્રચંડ

પુલવામામાં આપણા શહીદો સાથે જે કંઈ બન્યું એ પછી આપણે કેટલીક વાત સમજવી જોઈએ એવું મને દૃઢપણે લાગે છે. મને થાય છે કે આ વાત અમે યુથ સમજીએ છીએ, પણ આપણા જે વડીલો છે કે પછી જે મિડલ એજ ક્રાઇસિસ વચ્ચે જીવે છે એ સૌએ પણ સમજવાની જરૂર છે કે હવે ન્યુ ઇન્ડિયાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તેમની જૂની વિચારધારાથી કામ નહીં ચાલે. તેમણે પણ પોતાના વિચારો ચેન્જ કરવા પડશે અને નવી સદીના વિચારોનો અમલ કરતાં શીખવું પડશે. આમ તો આ વાત સૌકોઈને પહેલાં પણ સમજાવવાનું મન થતું હતું, પણ પુલવામાની ઘટના પછી આ વાત વધારે દૃઢતાથી કહેવાનું મન થયું છે એટલે આજે કહું છું.

આજે સન્ડે છે. શાંતિથી વિચારજો કે તમે કોણ છો? તમારો ધર્મ કયો છે? જવાબ પણ આપજો જાતને. ખાતરી છે કે સૌકોઈના મનમાં પોતપોતાનો સંપ્રદાય કે જ્ઞાતિ આવી ગયાં હશે, પણ અહીં જ આપણે મોટી ભૂલ કરીએ છીએ. આપણે સૌ ભારતીય છે અને આ જ આપણો ધર્મ છે. પુલવામાની ઘટના પછી દેશમાં જે પરિસ્થિતિ આખી ઊભી થઈ એમાં કોઈને કોઈની જ્ઞાતિ યાદ નહોતી રહી. જૈન, બ્રાહ્મણ, લોહાણાની જ આ વાત નથી. મરાઠાઓ અને પંજાબીઓ અને ગુજરાતીઓ પણ એક છત નીચે આવી ગયા હતા અને એ બધા પણ એ જ કહેવા માંડ્યા હતા કે આપણે એક છીએ, આપણી સૌની એક જ માગણી છે અને એ છે પુલવામાનો બદલો.

જો તકલીફ પડે તો એક થઈને ઊભા રહી શકતા હોય તો શું કામ તકલીફ વિના પણ આપણે એક થઈને ઊભા ન રહીએ? શું એક કરવા માટે કાયમ આપણે એવી આશા રાખવાની કે તકલીફ ચાલુ જ રહે અને આપણે એક છીએ, આપણી સૌની એક જ માગણી છે અને એ છે પુલવામાનો બદલો. જો તકલીફ પડે તો એક થઈને ઊભા રહી શકતા હોઈએ તો શું કામ તકલીફ વિના પણ આપણે એક થઈને ઊભા ન રહીએ? શું એક કરવા માટે કાયમ આપણે એવી આશા રાખવાની કે તકલીફ ચાલુ જ રહે અને એ તકલીફના જોરે આપણે બધા એક થઈને રહીએ? શું આપણે એવી અપેક્ષા રાખ્યા જ કરવાની કે આતંકવાદીઓ હુમલો કરતા રહે અને આપણે બધા એકબીજાના હાથમાં હાથ નાખીએ એકતા દેખાડતા રહીએ?

ના, આવી અપેક્ષા અસ્થાને છે, કારણ કે એમાં ભોગ પણ મારા-તમારા સેનાના ભાઈઓનો જ લેવાઈ જવાનો છે. જો આતંકવાદીઓનો હુમલો સરહદ છોડીને આગળ વધશે તો શહેરમાં આવશે અને જો શહેરમાં આવશે તો આપણે કે પછી આપણાં સગાંવહાલાંઓએ ભોગ બનવું પડશે એટલે આતંકવાદ ન જ રહેવો જોઈએ, પણ જો એ જોઈતો ન હોય તો પણ આપણે એક થઈને રહેવું પડશે. યુથ એક છે એવું કહેવામાં મને જરા પણ ઓછું નથી લાગતું. ગુજરાતના યુથને પણ હું મળ્યો છું અને અહીં તો ઑબ્વિયસ્લી મળવાનું અમારે નિયમિત થતું હોય છે; પણ તમે માનશો નહીં, એક પણ યુથને ક્યારેય પોતાની કોઈ કાસ્ટ માટે પ્રશ્ન નથી થયો. ગુજરાતના યુથ પાસે એવો પ્રશ્ન નથી કે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના યંગસ્ટર્સ પણ એવી કોઈ ફરિયાદ નથી કરતા કે અમારી સાથે આમ ખોટું થયું છે. ના, કોઈની પાસે એવી વાત નથી અને કોઈની પાસે કાસ્ટના નામે પ્રશ્નો પણ નથી, મૂંઝવણો પણ નથી.

મૂકી દો આ ધર્મવાદ અને પ્રાંતવાદ અને જ્ઞાતિવાદ. નથી જોઈતો આવો કોઈ કોમવાદ જે આપણને જ અંદરોઅંદર લડાવી મારે અને આપણી એકતામાં ભંગ પડાવે. આપણો હેતુ એક જ હોવો જોઈએ કે મારો દેશ મારો છે અને બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે. વર્ષોથી, કહો કે આપણે આઝાદ થયા ત્યારથી આ વાત આપણને સમજાવવામાં આવે છે. સ્કૂલની બુક્સમાં પેલું પ્રતિજ્ઞાપત્ર આવતું. એમાં સૌથી પહેલા પાના પર જ આ વાત કહેવામાં આવતી. જોકે પછી સમય જતાં આપણે સૌથી પહેલું એ જ ભૂલ્યા અને આપણા વતુર્ળમાં આવીને આપણી બધી રમતો રમવા માંડ્યા.

હું જૈન છું, પણ એ જૈનિઝમ મારા ઘર અને મારી ફૅમિલી સુધી હોવું જોઈએ. એનાથી બહાર એને મારે લઈ જવાની જરૂર નથી. હું બહાર નીકળું ત્યારે સૌથી પહેલાં તો એક ભારતીય છું અને મારી આજુબાજુમાં રહેલી એકેએક વ્યક્તિ ભારતીય છે. જો હું અને મારી જેમ બધા આ માનસિકતા રાખશે તો જ આપણી એકતા અકબંધ રહેશે. પુલવામા પછી મને સમજાયું છે કે આપણે એક હોઈએ તો કેવું મોટું રિઝલ્ટ લાવી શકીએ છીએ. પુલવામામાં જે કંઈ બન્યું એ પછી આપણી સેનાએ જે કોઈ પગલાં લીધાં એ શું કોઈ એક વ્યક્તિની ઇચ્છાથી લેવાયાં છે?

ના, સહેજ પણ નહીં.

એ આપણી ઇચ્છા હતી, આપણી માગણી હતી અને એટલે જ સરકારે એ પગલું લીધું છે. હું અમેરિકાની હિસ્ટરી વાંચતો હતો ત્યારે મેં અબ્રાહમ લિંકનની એક વાત વાંચી હતી. અબ્રાહમ લિંકન માનતા કે જે દેશની પ્રજા સ્ટ્રૉન્ગ હોય એ દેશની સરકારે પ્રજાની ઇચ્છા મુજબ કામ કરવું જ પડે છે. જો એણે સરકાર ટકાવી રાખવી હોય તો પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવો પડે છે અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવો હોય તો એણે પ્રજાની ઇચ્છાને માન આપવું પડે છે.

પુલવામા પછી આપણે જે પ્રકારે પાકિસ્તાન પર અટૅક કર્યો એ હકીકતમાં તો આપણી, દેશના નાગરિકોની એકતાની જીત હતી. પાકિસ્તાન પાસેથી આપણા વિન્ગ કમાન્ડર જે રીતે પાછા આવ્યા એમાં પણ આપણી જીત હતી. આપણને જોઈને જ આપણી સરકારમાં હિંમત આવી હતી. આપણી એકતા જોઈને જ આપણી ગવર્નમેન્ટ સમજી ગઈ હતી કે એ હિંમત કરે એમાં કશું ખોટું નથી, દેશ આખો એની સાથે છે. આપણે આ જે એકતા દેખાડી છે એ એકતાને જો કાયમ રાખીશું તો આ જ દેશમાં અનેક એવાં સ્ટેપ્સ લેવાનાં બાકી છે જેના માટે હિંમતની જરૂર છે. કાશ્મીરને મળતી સ્પેશ્યલ છૂટછાટો પણ દૂર કરવાની છે જેના માટે કલમ ૩૭૦ તથા ૩૫/એ પણ દૂર કરવાની છે. એ ત્યારે જ દૂર થશે જ્યારે તમારામાં એકતા હશે, આપણામાં એક થઈને રહેવાની ભાવના હશે. જો આપણે આપણા ધર્મને અને આપણી જ્ઞાતિને વચ્ચે લઈને બેસીશું તો એ દેશ આગળ વધતો અટકી જશે, દેશની હિંમત તૂટી જશે અને પછી પ્રાંતવાદ શરૂ થઈ જશે.

આ પણ વાંચો : 5-G નહીં મળે તો ચાલશે પણ મસૂદ અઝહર વિના નહીં ચાલે

પ્રાંતવાદમાં માનનારો એક પણ દેશ ક્યારેય આગળ વધ્યો નથી. હું અનેક દેશોમાં ફર્યો છું એટલે કહું છું કે જે દેશમાં નાગરિકતા પ્રાથમિક તબક્કા પર છે એ દેશને આગળ વધતાં કોઈ રોકી શકતું નથી. આપણે અંગ્રેજોથી પણ આગળ જવું હશે તો પહેલાં એ ભૂલવું પડશે કે હું બ્રાહ્મણ છું ને હું લોહાણા છું. એ ઘરની અંદરનો મુદ્દો છે અને મારી પોતાની વાત છે. હું એ કોમ અને એ કોમ સાથે જોડાયેલા નીતિનિયમોનો વિરોધ કરવાનું નથી કહેતો, પણ એને પોતાના સુધી સીમિત રાખવાનું કહું છું. આપણે પ્રચારક બનવાનું છે તો એ ઇન્ડિયાનો, ઇન્ડિયન હોવાની વાતનો જ પ્રચાર કરવાનો છે અને આપણે ઇન્ડિયન હોઈશું તો જ આપણી તાકાત વધશે. જો આપણે ઇન્ડિયન હોઈશું તો જ પાડોશીઓ ડરશે. જો આપણે ઇન્ડિયન હોઈશું તો જ આપણી સરકાર પણ આપણી વાતને ગંભીરતા સાથે લેશે. બાકી એ પણ અંગ્રેજોની જેમ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ રાખીને પોતાનું કામ કરી લેશે. આપણે એક થવાનું છે અને એક થઈને આપણે સૌથી પહેલાં તો હવે જંગ દેશમાં રહેલા આ જ્ઞાતિવાદને દૂર કરવા માટે ખેલવાની છે. આપણે આ કામ કરીશું તો જ પુલવામા જેવી ઘટના અટકશે અને ધારો કે એવું બની પણ ગયું તો પાકિસ્તાન જેવાની ફાટી પડશે કે હવે આ દેશના ઇન્ડિયન મૂકશે નહીં.

બી ઇન્ડિયન ફર્સ્ટ ઍન્ડ ફોરેવર.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK