કૅપ્ટન અમેરિકા અને હલ્ક: અર્જુન અને ભીમ

આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી | Apr 15, 2019, 17:23 IST

આ સામ્ય સાવ હવામાં નથી કર્યું. એક વખત આપણાં આ પાત્રોની કૅરૅક્ટરિસ્ટિક જોઈ લેશો તો તમને પણ સમજાઈ જશે કે સુપરહીરોની દુનિયા તો આપણી પાસે પણ અદ્ભુત છે

કૅપ્ટન અમેરિકા અને હલ્ક: અર્જુન અને ભીમ

આપણી પાસે સુપરહીરો કેટલા છે?

તમે તરત જ જવાબ આપવા માંડશો આયર્નમૅન, કૅપ્ટન માર્વેલ, સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર, કૅપ્ટન અમેરિકા, બૅટમૅન, થોર અને બીજા એવા કેટલાય, પણ મારો પ્રશ્ન હજી પણ એ જ છે. આપણી પાસે સુપરહીરો કેટલા છે? હા, હું ઇન્ડિયન સુપરહીરોની વાત કરું છું. તમને અત્યારે કેટલા ઇન્ડિયન સુપરહીરોનાં નામ યાદ છે? તમે ગણાવશો, હૃતિક રોશન બન્યો છે એ ક્રિશનું નામ. જો તમારી યાદશક્તિ સારી હશે તો તમે શક્તિમાન ગણાવશો અને બસ, અહીં વાત પૂરી થઈ જશે. બહુ યાદ કરશો કે મથશો તો પણ તમે ત્રીજું નામ યાદ નથી કરી શકવાના. આપણી પાસે ખરેખર સુપરહીરો બહુ ઓછા છે અને ઓછા છે એવું કહેવા કરતાં પણ આપણી પાસે સુપરહીરો છે જ નહીં એમ કહેવું બેટર છે, પણ તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો કે આપણી પાસે સુપરહીરો શું કામ નથી? શું આપણી પાસે એ સુપરહીરોને લાયક સ્ટોરી નથી કે પછી આપણી પાસે સુપરહીરોનાં કૅરૅક્ટર ડેવલપ કરવાની ક્ષમતા નથી, ક્રીએટિવિટી નથી? આપણે શું કામ અમેરિકાની માર્વેલ કે ડીસી કૉમિક્સની જેમ ફ્રૅન્ચાઇઝ ન બનાવી શકીએ અને આપણે શું કામ સુપરહીરોની એક આખી સિરીઝ તૈયાર ન કરી શકીએ?

આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે છે અને એ બધું આપણે કરી શકીએ એમ છીએ તો પણ આપણી પાસે કેમ સુપરહીરો નથી? આ ‘કેમ નથી’નું આખું ગણિત સમજવાની જરૂર છે.

સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડે કે સુપરહીરોની જરૂર ક્યારે પડે, સુપરહીરોનું કામ શું અને સુપરહીરોની પહોંચ શું? સુપરહીરોની જવાબદારી પણ હોય અને સુપરહીરોની મૉરાલિટી પણ હોય. આ બધા સવાલના જવાબ જાણવા તમારે અમેરિકાનો ઇતિહાસ જોવો પડે. અમેરિકાનો ઇતિહાસ એટલા માટે, કારણ કે દુનિયામાં સૌથી વધુ સુપરહીરો અમેરિકાએ જ બનાવ્યા છે. એવું થવાનું કારણ પણ છે. સાવ એમ જ અમેરિકા સુપરહીરોની દુનિયામાં ઘૂસ્યું નથી. અમેરિકા અત્યાર સુધીમાં બે વલ્ર્ડવૉર લડ્યું છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે અને એ મહાસત્તા સામે કોઈ માથું ઊંચું કરીને જોઈ શકે એમ રહ્યું નહીં એટલે હવે દુશ્મન વિનાનો દેશ થઈ ગયો. કોઈ આવીને લડે નહીં, કોઈ હેરાનગતિ કરે નહીં, કોઈ વિરોધ પણ કરે નહીં એટલે અમેરિકાએ કૃત્રિમ ભયની તપાસ શરૂ કરી. ભય હોય તો તમે સક્ષમતા કેળવો અને આ ભય વાસ્તવિક રીતે રહ્યો નહીં એટલે આર્ટિફિશ્યલ-ફીઅરની શોધ શરૂ થઈ, જેના પરિણામસ્વરૂપે અમેરિકાના રાઇટરોએ પરગ્રહવાસીઓના હુમલાઓ શોધવાનું શરૂ કર્યું, અજ્ઞાત બીમારીઓના હુમલા વિશે પણ લખવાનું શરૂ કર્યું અને એ બધાની સામે જેને હીરો બનાવવામાં આવ્યા એ બધા બન્યા સુપરહીરો. સુપરવિલન બન્યા અને એટલે તેની સામે લડવા સુપરહીરો આવ્યા. આગળ કહ્યું એમ, વિલન અમેરિકા સામે કોઈ રહ્યા નહોતા એટલે વિલન તરીકે એલિયન કે પછી કહો કે બહારની યુનિવર્સના જીવને લાવવામાં આવ્યા.

બહારથી વિલન આવ્યા એટલે તેની સામે લડવા માટે પણ અદૃશ્ય તાકાત ધરાવતા હીરોનું નર્મિાણ થયું અને સુપરહીરો બનતા ગયા. અમેરિકન્સને આમ પણ પહેલેથી લાર્જર ધેન લાઇફ કહેવાય એવી લાઇફસ્ટાઇલ અને હીરો બહુ ગમ્યા છે. સુપરમૅન અને એ પછી આવેલા સ્પાઇડરમૅન બાળકોને તો ઠીક, મોટાઓને પણ બહુ મજા કરાવતા, જેને લીધે ધીરે-ધીરે અમેરિકા પાસે સુપરહીરોની લાઇન લાગી ગઈ. સુપરવિલન અને સુપરહીરો બનતા ગયા અને લોકો એનો આનંદ લેતા ગયા. અમેરિકનોની એક ખાસ વાત કહું તમને. અમેરિકાને હંમેશાં શક્તિશાળી અને હિંમતવાળી પર્સનાલિટી જ ગમી છે. બાયલા, રોતલ અને ભગવાન પાસે હાથ જોડીને મદદ માગનારી આ પ્રજા નથી. તે માને છે કે બધું તમારી અંદર જ ભર્યું હોય અને તમારે જ બધા માટે લડવાનું હોય. આ બેઝિક વાતને અમેરિકન સર્જકોએ ખૂબ જ સારી રીતે પકડી લીધી અને સુપરહીરોનો ઢગલો કરી દીધો. તમે જુઓ તો ખરા કે આજે અમેરિકામાં જેટલી રિયલિસ્ટિક ફિલ્મ રિલીઝ થાય છે એના કરતાં ઑલમોસ્ટ ડબલ આ પ્રકારના સુપરહીરોની ફિલ્મો બને છે. તમારી મોટા બજેટની ૧૦ ફિલ્મો બની જાય એ લેવલનું આ સુપરહીરો ફિલ્મનું બજેટ હોય છે. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ બે-અઢી કરોડ રૂપિયાની બને, મૅક્સિમમ આટલું બજેટ હોય, જ્યારે હૉલીવુડની સુપરહીરો ફફિલ્મના વીએફએક્સમાં ટાઇટલ બનાવવાનું બજેટ આટલા રૂપિયા હોય છે. જરા વિચારો કે આ જ વાસ્તવિકતા હોય તો પછી એ ફિલ્મો કયા સ્તરે રિયલિસ્ટિક લાગતી હશે.

વાત કરીએ આપણા સુપરહીરોની. આપણી પાસે જો કોઈ સારું સુપરહીરો કૅરૅક્ટર હોય તો એ છે રોકડું એક, ક્રિશ. ક્રિશને આવ્યાને પણ હજી ૧૦ વર્ષ માંડ થયાં છે. વર્ષો પહેલાં ‘શિવા’ નામની ફિલ્મ આવી હતી, જેમાં જૅકી શ્રોફે શિવા નામના સુપરહીરોનું કૅરૅક્ટર કર્યું હતું. એ પહેલાંના સુપરહીરો ગણો તો એમાં સમાવેશ થાય શક્તિમાનનો. કોઈકે એક કૅરૅક્ટર બનાવ્યું હતું ડૉગા, જેનામાં કૂતરા જેવા ગુણ હતા. એક કૅરૅક્ટર હતું નાગરાજ, જેમાં નાગ જેવું ઝેર હતું. એક સુપરહીરો હતો ભેડિયા, જે વરુના ગુણ ધરાવતું હતું. આ બધા આપણને કૉમિક્સ બુક થકી મYયા, પણ એ ખાસ પૉપ્યુલર ન થયા. આ કૅરૅક્ટર પૉપ્યુલર નહીં થવાનાં પણ અનેક કારણો છે. જેને માટે તમારે દેશના ઇતિહાસમાં ઊતરવાની જરૂર છે.

ભારત હંમેશાં દુશ્મનોથી ઘેરાયેલો રહ્યો છે. હવે જેની પાસે વાસ્તવમાં દુશ્મનોનો ઢગલો હોય એ કેવી રીતે કાલ્પનિક દુશ્મનોથી ડરવાનો. આઝાદી પહેલાં સાડાત્રણસો વર્ષ આપણે અંગ્રેજોની દુશ્મની જોઈ અને આઝાદી પછી પણ આપણી પાસે અઢળક દુશ્મનો રહ્યા. આપણે મહાસત્તા પણ ક્યારેય રહ્યા નથી એટલે એ રીતે પણ આપણી પાસે કોઈ એવી તાકાત હતી નહીં કે આપણે દુનિયાની આગેવાની લઈએ. આપણી પાસે જો કંઈ હતું તો એ હતી ગરીબી, ભૂખમરો અને અજ્ઞાનતા. આવા તો અનેક પ્રશ્નો હતા જેની સામે આપણે આગળ વધવાનું હતું અને એ જ કારણ હશે જેને લીધે આપણે હંમેશાં વાસ્તવિકતા સાથે લડતા રહ્યા. કદાચ એટલે જ આપણે એલિયન સાથે લડી શકાય એવા સુપરહીરો વિશે વિચાર્યું નહીં. આ ઉપરાંત પણ એક વાત છે. અમેરિકા પાસે પોતાનું કલ્ચર, પોતાનો ઇતિહાસ નથી, પણ એની સામે આપણી પાસે આપણો પોતાનો ઇતિહાસ છે અને એ ઇતિહાસ પાસે કૃષ્ણ, ભીમ, અર્જુન, હનુમાન જેવાં અનેક એવાં પાત્રો છે જેની શૌર્યગાથા આજે પણ આપણી આંખો આંજી દે. આપણે આ બધાં પાત્રોને ધાર્મિક ગ્રંથના સ્વરૂપમાં એવાં તે જોડી દીધાં કે હવે એ બધાંની સાથે શ્રદ્ધા જોડાઈ ગઈ. આ જ બધાં આપણાં ધાર્મિક કૅરૅક્ટર્સને સુપરહીરો તરીકે રીપ્રેઝન્ટ કયાર઼્ હોત તો આખો સિનારિયો જુદો હોત. જો એવું બન્યું હોત તો આપણી પાસે સુપરહીરોની આખી ફ્રૅન્ચાઇઝી હોત અને અમેરિકા આપણી પાસે પાણી ભરતું હોત, પણ આપણી માનસિકતા અને આપણી વાસ્તવિકતાને કારણે એ દિશામાં કામ થયું નહીં, પણ આપણે કામ કરી શકીએ છીએ. હું આજે પણ જ્યારે હલ્કને જોઉં છું ત્યારે મને આપણો ભીમ જ યાદ આવે. આજે પણ જ્યારે કૅપ્ટન અમેરિકાનું અચૂક નિશાન દેખાય ત્યારે મને એમાં અર્જુનનું પાત્ર જ દેખાય. થોરનો હથોડો અને ભીમની ગદા વચ્ચે ભારોભાર સામ્ય છે. એવું કહેવાતું કે ભીમની ગદા એના સિવાય કોઈ ઊંચકી નહોતું શકતું અને થોર માટે પણ આ જ વાત લાગુ પડે છે.

આ પણ વાંચો : જીવન કી ભાગદૌડ મેં ક્યોં વક્ત કે સાથ રંગત ખો જાતી હૈ

આપણે હવે એ દિશામાં વિચારવાની જરૂર છે. ‘અવતાર’ નામની હૉલીવુડની ફિલ્મના લીડ ઍક્ટરને જુઓ તો તમને એમાં કૃષ્ણની ઝાંખી જ નજરે પડે. જો આ બધું તમારી પાસેથી જ એ લોકો લઈ જતા હોય તો તમારે જાગ્રત થવાની જરૂર છે. હું તો કહીશ કે બીજું કશું ન થાય તો કંઈ નહીં, ઍટલિસ્ટ ફરી વખત આ રામાયણ અને મહાભારતનાં પાત્રોની ગ્રાફિક બુક્સ બજારમાં મળે એવું તો કરવું જ જોઈએ. કારણ કે એ જ સાચી દુનિયા હતી અને એ જ સાચી દુનિયા છે અને આપણી એ દુનિયાને આજે બધા કૅપ્ટન અમેરિકા અને થોરના નામે જોઈ રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK