આપ આદમી પાર્ટી એટલે કે AAPએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતની તમામ લોકલ સીટ્સ પરથી ચૂંટણી લડશે. આ સાથે આપનાં દિલ્હી સાંસદ અને પ્રવક્તા અતિશીએ 504 ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી હતી. અતિશીએ કહ્યું કે ગુજરાતની જનતાને વિકલ્પની જરૂર છે અને આપ ચોક્કસ ભાજપા સામે મજબૂત વિકલ્પ સાબિત થશે. અતિશીએ જણાવ્યું કે ગુજરાતનાં તમામ સ્થાનિક પદ જેમ કે નગરપાલિકા, નગર નિગમ, જિલ્લા અને તાલુક પંચાયત સ્તરે થનારી ચૂંટણીઓમાં ઉભા રહેનારા ઉમેદવારોની પહેલી સુચી પણ જાહેર કરાઇ છે. અહીં ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાય તેવી વકી છે. આપ પહેલીવાર ગુજરાતમાં લોકલ ઇલેક્શનમાં બધી જ બેઠકો પરથી ચૂંટણી લડશે.
BJP already rattled by @AamAadmiParty in Gujarat! Today @AamAadmiParty announced its first list of 503 candidates for local body elections, and police made all attempts to stop our rally in Ahmedabad! AAP leaders and volunteers on the road till rally starts! pic.twitter.com/uOy7ry4jxp
— Atishi (@AtishiAAP) January 3, 2021
et="utf-8" type="text/javascript" src="https://platform.twitter.com/widgets.js">
આ પગલાં સાથે પાર્ટી ગુજરાતના ઇલેક્ટોરલ રાજકારણમાં પ્રવેશ કરશે અને અતિશીએ તો ત્યાં સુધી કહ્યું કે આપ ગુજરાતમાંથી ભાજપાને સત્તા પરથી ખસેડવા કાર્યરત થશે. તેમણે કહ્યું કે માત્ર લોકલ બૉડિઝ નહીં પણ વિધાન સભાની ચૂંટણીમાં પણ આપ ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવશે અને આપે આ નિર્ણય લોકોની માંગને આધારે જ કર્યો છે.
મનીષ સિસોદિયાના ઘરમાં બીજેપીના કાર્યકરો ઘૂસ્યા
11th December, 2020 14:18 ISTઆપની લોકોને રાહતઃ ડીઝલમાં 8 રૂપિયાનો ઘટાડો
31st July, 2020 13:42 ISTCoronavirus Outbreak: દિલ્હીનાં સ્વાસ્થ્યમંત્રીની તબિયત લથડી, પ્લાઝ્મા થેરાપીથી સારવાર
19th June, 2020 17:30 ISTઆપ કોર્પોરેટરની અગાશી પરથી મળ્યો મોતનો સામાન
28th February, 2020 10:19 IST