અમદાવાદમાં ‘આપ’નો રોડ શો

Published: 7th February, 2021 15:29 IST | Gujarati Mid-day Correspondent | Ahmedabad

મનિષ સિસોદીયાએ અમદાવાદને દિલ્હી મોડલ બનાવવાનો વાયદો કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવી પહોંચી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરીને પાર્ટીના સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવાની શરૂઆત કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી યોજાવાની છે તેના પ્રચાર માટે ગઇકાલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયાએ અમદાવાદમાં રોડ શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. મનિષ સિસોદીયાએ અમદાવાદને દિલ્હી મોડલ બનાવવાનો વાયદો કર્યો હતો. આમ આદમી પાર્ટી ગુજરાતના સ્ટેટ મિડિયા કોર્ડીનેટર તુલી બેનર્જીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે રોડ શો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ, એમ બે તબક્કામાં યોજાયો હતો.મોટી સંખ્યામાં કાર્યકરો ટુવ્હીલર લઇને રોડ શોમાં જોડાયા હતા.અમદાવાદમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK