આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો ફિલ્મી અંદાજ

Apr 06, 2019, 16:17 IST

ગ્નના ફોટોઝમાં બન્ને ફિલ્મી કપલની જેમ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે જેમા બન્ને જાણે કોઈ ફિલ્મી પોઝ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો ફિલ્મી અંદાજ
આકાશ-શ્લોકાનો ફિલ્મી અંદાજ

આકાશ અંબાણીએ ગયા મહિને જ શ્લોકા મહેતા સાથે ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્નના ફોટોઝમાં બન્ને ફિલ્મી કપલની જેમ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે જેમા બન્ને જાણે કોઈ ફિલ્મી પોઝ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ડિઝાઈનર અબુ જાની સંદિપ ખોસલા દ્વારા ખાસ તૈયાર કરાયેલ ડ્રેસમાં શ્લોકા મહેતા અંબાણી એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

આકાશ અને શ્લોકાના લગ્નની સેરેમનીના એક પછી એક ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. શ્લોકા અને આકાશની સંગીત સેરેમની સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ. માર્ટીઝમાં થઈ હતી જેમણે શ્લોકા અને આકાશ અંબાણીનો ફોટો ઈન્ટાગ્રામ પર શૅર કર્યો હતો. જેમા આકાશ અંબાણી શ્લોકા સામે જોઈને પોઝ આપી રહ્યો છે.

 

આ પણ વાંચો: કેમ રણવીર સિંહ પહોચ્યો કપિલ દેવ પાસે ટ્રેનિંગ લેવા

 

શ્લોકા અને આકાશ અંબાણીએ 9 માર્ચે લગ્ન કર્યા હતા જેમાં દુનિયાભરની હસ્તીઓ સામેલ રહી હતી. બોલિવૂડ જગત, ક્રિકેટ જગતથી માંડીને મોટા બિઝનેસમેન અને રાજકારણીય નેતાઓ પણ લગ્નના સમારોહ અને રિસેપ્શનમાં સામેલ રહ્યા હતા. સ્વિટ્ઝરલેન્ડમાં સંગીત સેરેમની બાદ મુંબઈમાં શ્લોકા અને આકાશ અંબાણીએ લગ્ન કર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK