હાજી અલી જંક્શન પર અકસ્માતમાં યુવકના મોતથી લોકોનો ટ્રાફિક જૅમ

Published: 1st November, 2011 19:41 IST

રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે હાજી અલીને જોડતા લાલા લજપતરાય કૉલેજ હાઇવે રોડને ક્રૉસ કરવા જતાં ૧૮ વર્ષના જિલાજિત યાદવને ઍક્સિડન્ટ થયો હતો. એક ઇનોવા કારે ટક્કર મારતાં તેને તરત જ નજીકની નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ માથામાં થયેલી ઈજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

 

બ્રીચ કૅન્ડી નજીક ભેલપૂરી વેચતા ગરીબ પિતાના ચાર પુત્રોમાં સૌથી નાના જિલાજિત યાદવનું અકસ્માતમાં મૃત્યુ થતાં રાજીવનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં હૉસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. તેમણે રાત્રે તથા સવારે ટ્રાફિકપોલીસના બેજવાબદાર વર્તન સામે રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું. રાજીવનગર સોસાયટીમાં રહેતી નીતુ ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ રસ્તા પર છેલ્લા ૧૫ દિવસમાં ૭ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લાં બે વર્ષથી અહીં સિગ્નલ કામ કરતું નથી. ૧૮ ઑક્ટોબરે આ જ સ્થળે મુસ્કાન શેખ નામની ૧૩ વર્ષની ટીનેજર પોતાના પિતા સાથે રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે એક કારે ટક્કર મારતાં તેના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી.’

રાજીવનગરના લોકો આ અકસ્માત માટે તાડદેવની ટ્રાફિકપોલીસને જવાબદાર ગણાવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK