આકાશમાંથી પડેલી આ ચોંકાવનારી વસ્તુ, જોવા માટે એકઠા થયા લોકો

Published: Nov 12, 2019, 17:27 IST | Mumbai Desk

શિવકુમાર સિંહ નામના વ્યક્તિના ઘરે શનિવારે સાંજે આકાશમાંથી એક બરફનો મોટો ટુકડો મકાનની છતને તોડીને અંદર આવીને પડ્યો

ઉત્તરપ્રદેશમાં બુલંદશહેરના શિકારપુર થાણા ક્ષેત્રમાં આકાશમાંથી બરફના ટુકડા પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિકારપુરના ચિખલ ગામમાં શિવકુમાર સિંહ નામના વ્યક્તિના ઘરે શનિવારે સાંજે આકાશમાંથી એક બરફનો મોટો ટુકડો મકાનની છતને તોડીને અંદર આવીને પડ્યો.

આને કારણે ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો અને અફરાતફરીનો માહોલ બન્યો. આનન-ફાનનમાં પરિજનોએ આ ઘટનાની માહિતી પોલીસને આપી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે બરફના ટુકડાને તાબે લેતાં તપાસ શરૂ કરી.

સારી વાત એ છે કે મકાનની અંદર તે વખતે રૂમમાં કોઈ ન હતું જેનાથી કોઈ અણબનાવ ન બન્યું. પણ બરફનો ટુકડો પડ્યા બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ પેદા થઈ ગયો અને આ ટુકડાને જોવા માટે આસપાસના ગ્રામીણ ક્ષેત્રના લોકોની ભીડ પણ ઘટનાસ્થળે જમા થઈ ગઈ.

ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચેલી પોલીસ પણ આ ઘટનાથી અવાક રહી ગઈ, પણ પોલીસે બરફના ટુકડાંને તાબે લેતાં તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

આ ઘટનાને જોઈને દરેક જણ ઇશ્વરનું ચમત્કાર કહી રહ્યા છે, પણ આકાશમાંથી બરફનો મોટો ટુકડો પડવાથી મકાનની છત તૂટી ગઈ અને જમીનને પણ નુકસાન થયું અને આ કારણે આ મામલો ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK