ગૃહ મંત્રાલયે શહીદ દિનને લઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જારી કરી છે. ગૃહ મંત્રાલયે ૩૦ જાન્યુઆરીને સવારે ૧૧ વાગ્યે શહીદ દિન પર તમામે બે મિનિટ મૌન રાખવા રાજ્યોને કહ્યું છે. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે આખો દેશ બે મિનિટનું મૌન પાળશે. ૩૦ જાન્યુઆરી દેશમાં શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જ ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે ૩૦ જાન્યુઆરીને દર વર્ષની જેમ શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવશે. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ બે મિનિટ આખા દેશમાં કોઈ કામગીરી કે આંદોલન થશે નહીં. કચેરીઓ, શાળાઓમાં પણ કામ અટકશે. જ્યાં મૌન સંભળાવવા માટે સાયરન્સ ગોઠવવામાં આવ્યાં છે ત્યાં એ વગાડવામાં આવશે. આ અલર્ટ ૧૦.૫૯ વાગ્યે કરવામાં આવશે. આ પછી દરેકને બે મિનિટ સુધી મૌન રહેવું પડશે.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTતાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના
4th March, 2021 11:18 ISTCoronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTસેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું
4th March, 2021 10:00 IST