Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯ વર્ષના ટીનેજરની કરોડરજ્જુ પર ૧૭ વર્ષમાં ૧૮ સર્જરીઓ થઈ

૧૯ વર્ષના ટીનેજરની કરોડરજ્જુ પર ૧૭ વર્ષમાં ૧૮ સર્જરીઓ થઈ

24 December, 2018 09:48 PM IST |

૧૯ વર્ષના ટીનેજરની કરોડરજ્જુ પર ૧૭ વર્ષમાં ૧૮ સર્જરીઓ થઈ

ઓપરેશન પછી અને પહેલા જોન સાકોર્મા

ઓપરેશન પછી અને પહેલા જોન સાકોર્મા


અમેરિકાના ન્યુ યૉર્કમાં રહેતા જૉન સાકોર્મા નામના ૧૯ વર્ષના ટીનેજરને કરોડરજ્જુની સ્કોલિઓસિસ અને કાઇફોસિસ એમ બન્ને પ્રકારની સમસ્યા હતી. આ રોગને કારણે તેની સ્પાઇન સી અને એસ બન્ને પ્રકારે બેન્ડ થતી રહેતી હતી. કરોડના મણકા વળી ન જાય એ માટે દર વર્ષે એને સીધી રાખવા માટે ખીલા ઠોકવામાં આવતા. એમ છતાં જેમ-જેમ તેની હાઇટ વધતી એમ-એમ કરોડના મણકાની ગોઠવણમાં ગરબડ નવેસરથી પેદા થવા લાગતી. ખૂબ નાની ઉંમરે જ તેને આ રોગનું નિદાન થયેલું, પરંતુ પ્યુબર્ટી-એજ દરમ્યાન સ્થિતિ ખૂબ વણસી. કરોડ વળી જતી હોવાથી તેના છાતીના અંદરના અવયવો પર ખૂબ પ્રેશર આવતું. તેનાં ફેફસાંમાં શ્વાસ અંદર લઈ શકાતો જ નહીં. એક તરફ શ્વાસ લેવાની મુશ્કેલી પડતી અને બીજી તરફ કરોડમાં લગાવેલા ખીલા પીઠની પાછળ બહાર ત્વચાની ઉપર નીકળી આવતા. સતત અને વધતી જતી પીડા છતાં જૉન હિંમત ન હાર્યો. દર સમયાંતરે તેની કરોડને સીધી કરવા માટે વધુ ખીલા ઠોકવામાં આવતા. આખરે જૉન ૧૮ વર્ષનો થયો એ પછી તેની હાઇટમાં વધારો પણ અટક્યો. એ પછી ડૉક્ટરોએ લિટરલી તેની આખી સ્પાઇનને કાઢીને એને સીધી કરી અને નવેસરથી તેના માળખામાં ગોઠવવાની સર્જરી કરી. લગભગ ૧૩ કલાક ચાલેલી સર્જરી પછી તેની સ્પાઇનમાં વળાંક આવવાનું બંધ થયું છે.

સર્જરી પછીનાં એક-બે વર્ષ રીહૅબિલિટેશનમાં ધ્યાન રાખવામાં આવે તો આ સર્જરી લાંબા ગાળા સુધી જૉનને રાહત આપે એમ હતી. હવે આ સર્જરીને લગભગ દોઢ વર્ષ થઈ ચૂક્યું છે. જૉન ૧૯ વર્ષનો છે અને હવે ટટ્ટાર ઊભો રહી શકે છે, બેસી શકે છે અને હળવી રમતો પણ રમે છે. ડૉક્ટરો આ કેસને ચમત્કાર સમાન માને છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 09:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK