લગ્ન પહેલાં સુરતના યુવકે ૧૦૦ ઝાડ દત્તક લીધા

Updated: Dec 04, 2019, 09:39 IST | Tejash Modi | Surat

સુરતના એક યુવકે આ અભિયાન ઉપાડ્યું છે, તેમને અનેક લોકો પોતપોતાની રીતે મદદ પણ કરી રહ્યા છે, આવા જ એક યુવકે પોતાના લગ્ન પહેલાં સો વૃક્ષો દત્તક લઈ અનોખો સંદેશો આપ્યો છે.

આ યુવાને કર્યું અનોખું કામ
આ યુવાને કર્યું અનોખું કામ

દેશમાં પ્રદૂષણની માત્રા દરરોજ વધી રહી છે, દિલ્હી સહિતનાં રાજ્યો હોય કે પછી મુંબઈ જેવાં મહાનગરો, પ્રદૂષણ માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમાંનું એક છે વૃક્ષોનું નિકંદન, દરરોજ હજારો ઝાડ વિકાસના નામે કાપી નાખવામાં આવે છે, પરંતુ તેની સામે નવાં હજારો વૃક્ષો વાવવામાં આવતાં નથી. જોકે કેટલાક એનજીઓ અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષારોપણની કામગીરી કરી રહી છે, જેમાંની સુરતના એક યુવકે આ અભિયાન ઉપાડ્યું છે, તેમને અનેક લોકો પોતપોતાની રીતે મદદ પણ કરી રહ્યા છે, આવા જ એક યુવકે પોતાના લગ્ન પહેલાં સો વૃક્ષો દત્તક લઈ અનોખો સંદેશો આપ્યો છે.
સુરત અને ગુજરાતમાં ગ્રીનમૅન તરીકે જાણીતા વિરલ દેસાઈ અને તેમના ફાઉન્ડેશન હાર્ટ્સ એટ વર્ક દ્વારા ભારતીય રેલવેના ઉધના સ્ટેશન ખાતે પહેલું અર્બન ફોરેસ્ટ ‘શહીદસ્મૃતિ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજે એન્ટિ ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ. એસ. બિટ્ટાના કરશે, આ સાથે જ તેઓ ‘વી વર્ક ફોર ટ્રીઝ’ નામની એક ટ્રી ઍડોપ્શન મુવમેન્ટ પણ લોન્ચ કરશે, પરંતુ આ મુવમેન્ટ લોન્ચ થાય એ પહેલાં સુરતના યંગ આર્કિટેક્ટ જીયાન પથ્થરવાલાએ આગળ આવીને પોતાના લગ્ન પહેલાં ‘શહીદસ્મૃતિ વન’ના સો વૃક્ષોને દત્તક લઈ સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે.
જીયાન પથ્થરવાલા તેમના પરિવારજનો સાથે ઉધના આરપીએફ કૉલોની ખાતેના ‘શહીદસ્મૃતિ વન’ ખાતે વૃક્ષારોપણ માટે આવ્યા હતા અને ત્યાં તેમણે ગ્રીનમૅન વિરલ દેસાઈ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ તેમણે તેમના કાર્બન ફ્રી લગ્ન વિશે પણ વિગતે વાત કરી હતી. જીયાન પથ્થરવાલાએ જે સો વૃક્ષો દત્તક લીધા છે એ સો વૃક્ષોની સંપૂર્ણ તકેદારી ‘હાર્ટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશન લેશે. જીયાને કહ્યું હતું કે આજના સમયમાં વૃક્ષારોપણ ખૂબ ઓછું કરવામાં આવે છે, ત્યારે વધુમાં વધુ લોકોએ ટ્રી ઍડોપ્શન માટે આગળ આવવું જોઈએ, સાથે જ પર્યાવરણપ્રેમીઓ જે મુહિમ ચલાવી રહ્યા છે તેમાં તેમને સહકાર આપવો જોઈએ. હું સો વૃક્ષોની માવજત કરી તે ઘટાદાર બને ત્યાં સુધી સાચવીશ.

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

ગ્રીનમૅન વિરલ દેસાઈએ ઉધના આરપીએફ કૉલોનીમાં ૧૯,૦૦૦ સ્ક્વેર ફુટમાં ૧૦૦૦ વૃક્ષો રોપીને શહીદોની યાદમાં શહીદસ્મૃતિ વન તૈયાર કર્યું છે. મહત્ત્વનું છે કે ઈન્ડિયન રેલવેનું આ પહેલું અર્બન ફોરેસ્ટ છે,  જેને મોડેલ અર્બન ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. આ વનમાં ગરમાળો, સરગવા, બોરસલી, અશોક કે આંબા જેવા અઢાર જુદી જુદી પ્રજાતિનાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK