હાઉસકીપર માટે ૧૮.૫ લાખનો પગાર ઑફર થયો છે

Published: 29th October, 2020 09:48 IST | Mumbai correspondent | Mumbai

હાઉસકીપિંગનું કામ નાનું સમજો છો? જાણી લો હાઉસકીપર માટે ૧૮.૫ લાખનો પગાર ઑફર થયો છે

ઉમેદવારને રહેવા માટે આ જ કૅસલમાં વ્યવસ્થા કરી આપશે. જોકે રહેઠાણની વ્યવસ્થા અને મુસાફરીનો ખર્ચ કર્મચારીએ ચૂકવવાનો રહેશે.
ઉમેદવારને રહેવા માટે આ જ કૅસલમાં વ્યવસ્થા કરી આપશે. જોકે રહેઠાણની વ્યવસ્થા અને મુસાફરીનો ખર્ચ કર્મચારીએ ચૂકવવાનો રહેશે.

તમે કયું કામ કરો છો એ નહીં, તમે એ કામ ક્યાં કરો છો એ પણ મહત્ત્વનું છે. ઘરકામ કરીને કોઈ લાખો રૂપિયા કમાઈ શકે નહીં, પરંતુ બ્રિટિશ રૉયલ પૅલેસમાં જો તમે હાઉસકીપિંગનું કામ કરતા હો તો એ શક્ય છે. હાલમાં બ્રિટિશ રૉયલ પરિવારે વિન્ડસર કૅસલમાં મહિને ૧૮.૫ લાખની હાઉસકીપરની જૉબ ઑફર કરી છે. પસંદગી પામનાર ઉમેદવારને અઠવાડિયાના પાંચ દિવસ વિન્ડસર કૅસલમાં કામ કરવાનું રહેશે અને સાથે તાલીમ પણ આપવામાં આવશે. ઉમેદવારને રહેવા માટે આ જ કૅસલમાં વ્યવસ્થા કરી આપશે. જોકે રહેઠાણની વ્યવસ્થા અને મુસાફરીનો ખર્ચ કર્મચારીએ ચૂકવવાનો રહેશે.
કર્મચારીએ એક વર્ષ દરમિયાન બકિંગહૅમ પૅલેસ સહિત અન્ય શાહી નિવાસોમાં કામ કરવાનું રહેશે. સાપ્તાહિક રજા ઉપરાંત નોકરીમાં વર્ષની ૩૩ દિવસની રજાઓ પણ મળશે. અરજી કરનારા ઉમેદવાર પાસે અંગ્રેજી અને ગણિતની ડિગ્રી હોવી આવશ્યક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK