Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના 30 ડૉક્ટરોની પહેલ, કોરોના વાઇરસ વિશે ફોન પર માહિતી આપશે

મુંબઈના 30 ડૉક્ટરોની પહેલ, કોરોના વાઇરસ વિશે ફોન પર માહિતી આપશે

18 March, 2020 09:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના 30 ડૉક્ટરોની પહેલ, કોરોના વાઇરસ વિશે ફોન પર માહિતી આપશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના સંકટનો સામનો કરવા માટે સરકાર અને પ્રશાસન પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે રાજ્યના અનેક ડૉક્ટરોએ પણ આ કામમાં મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. મુંબઈના કેટલાક ડૉક્ટરોએ લોકોને કોરોનાની માહિતી આપવા માટે એક અનોખી પહેલ કરી છે. ૩૦ ડૉક્ટરોની ટીમે ફોન ઉપર નાગરિકોને કોરોનાની માહિતી અથવા શંકા હોય તો એ માટેની સલાહ આપવાની શરૂઆત કરી છે.

Physician Volunteers for Telephonic Guidance on Covid 19 આ નામે ડૉ. તુષાર શાહ સહિત ૩૦ ડૉક્ટરોએ લોકોની ફોન પર શંકાનું નિવારણ કરવાની શરૂઆત કરી છે.



આ પહેલના પ્રથમ ચાર કલાકમાં ૧૦૦થી વધુ લોકોએ કોરોના બાબતે ફોન કરીને માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરો આ કામ લાંબા સમય સુધી ચલાવશે.


આ ટીમના ડૉક્ટરોએ કહ્યું હતું કે કોરોનાનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાયો છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેમણે આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી. આથી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની માહિતી પણ અમે લોકોને આપીએ છીએ. લોકોએ ડરવાને બદલે સ્વચ્છતા અને રોગ પ્રતિબંધાત્મક ઉપાય કરવાથી આ વાઇરસથી ડરવાની જરૂર નથી.

સવારે ૮થી ૧૨ વાગ્યા દરમ્યાન આ ડૉક્ટરો માહિતી આપશે


ડૉ. તુષાર શાહ 9321469911
ડૉ. એમ. ભટ્ટ 9320407074
ડૉ. ડી. દોશી 9820237951
ડૉ. ડી. રાઠોડ 8879148679
ડૉ. આર. ગવલાણી 8779835257
ડૉ. ડી. કંસારા 8369846412

બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમ્યાન
ડૉ. જી. કામત 9136575405
ડૉ. એસ. માંગલિક 9820222384
ડૉ. જે. જૈન 7021092685
ડૉ. એ. ઠક્કર 9321470745
ડૉ. એ. ભગત 9820732570
ડૉ. એન. શાહ 9821140656
ડૉ. એસ. ફણસે 8779328220
ડૉ. જે. શાહ 9869031354

સાંજે ૪થી રાતે ૮ વાગ્યા દરમ્યાન
ડૉ. એન. ઝવેરી 9321489748
ડૉ. એસ. અન્સારી 7045720278
ડૉ. એ. કેડિયા 9321470560
ડૉ. બી. શુક્લા 9321489060
ડૉ. એસ. હલવાઈ 9867379346
ડૉ. એમ. કોટિયન 8928650290

રાતે ૮થી ૧૨ વાગ્યા દરમ્યાન
ડૉ. એન. કુમાર 8104605550
ડૉ. પી. ભાર્ગવ 9833887603
ડૉ. આર. ચવાણ 9892135010
ડૉ. બી. ખરાત 9969471815
ડૉ. એસ. ધુલેકર 9892139027
ડૉ. એસ. પંડિત 9422473277

આ ૩૦ ડૉક્ટરો સવારે ૮થી રાતે ૧૨ વાગ્યા સુધી ચાર-ચાર કલાક માહિતી આપવાની સાથે ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની હેલ્પલાઇન નંબર ૯૯૯૯૬૭૨૨૩૮ અને ૯૯૯૯૬૭૨૨૩૯ ઉપર ૨૪ કલાક લોકો માહિતી મેળવી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2020 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK