ગરીબ બાળકો ભણી શકે એ માટે ચંડીગઢમાં ફરે છે મોબાઇલ લાઇબ્રેરી

Published: Aug 14, 2020, 11:23 IST | Mumbai correspondent | Mumbai Desk

અત્યાર સુધીમાં તેમણે ૪૦,૦૦૦ જેટલાં પુસ્તકો એકઠાં કર્યાં છે અને લૉકડાઉનમાં ૧૦,૦૦૦ જેટલાં પુસ્તકો ગરીબ સ્ટુડન્ટ્સમાં વહેંચ્યાં છે.

ઓપન આઇ ફાઉન્ડેશનના સ્થાપક સંદીપકુમારે વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે ઠેર-ઠેરથી પુસ્તકો એકઠાં કર્યાં છે
ઓપન આઇ ફાઉન્ડેશનના સ્થાપક સંદીપકુમારે વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે ઠેર-ઠેરથી પુસ્તકો એકઠાં કર્યાં છે

ચંડીગઢની એક સ્વૈચ્છિક સંસ્થાએ મિની વૅનમાં નાનકડી લાઇબ્રેરી શરૂ કરી છે અને કોવિડ-19ના પૅન્ડેમિક દરમ્યાન ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વાચન-સામગ્રી પૂરી પાડે છે. ઓપન આઇ ફાઉન્ડેશનના સ્થાપક સંદીપકુમારે વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે ઠેર-ઠેરથી પુસ્તકો એકઠાં કર્યાં છે અને કોરોનાને કારણે આર્થિક મુ્શ્કેલીમાં પડેલા પરિવારના વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે એ માટે તેઓ કામ કરે છે.
સંદીપનું કહેવું છે કે મેં જ્યારે ભણવાનું પૂરું કર્યું એ પછીથી મને પુસ્તકો રીયુઝ કરતા રહેવાનો વિચાર આવેલો. આ વિચારને લોકોએ ખૂબ પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો. તેમણે ઝૂંપડપટ્ટીઓ અને કૉલોનીઓમાં ફરીને સ્ટુડન્ટ્સને પુસ્તકો અને અભ્યાસની સામગ્રી પૂરી પાડવાનું શરૂ કરેલું.
હાલમાં સ્કૂલ-કૉલેજ ઑનલાઇન ચાલે છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્ટુડન્ટ્સની જરૂરિયાત મુજબનાં પુસ્તકો સ્કૂટર પર પહોંચાડવા સંભવ ન હોવાથી તેમણે એક મિની વૅનમાં તમામ ચીજો મૂકી મોબાઇલ લાઇબ્રેરી શરૂ કરી. એ ઉપરાંત તેઓ માસ્ક અને સૅનિટરી નૅપ્કિન્સ પણ વહેંચે છે.
અત્યાર સુધીમાં તેમણે ૪૦,૦૦૦ જેટલાં પુસ્તકો એકઠાં કર્યાં છે અને લૉકડાઉનમાં ૧૦,૦૦૦ જેટલાં પુસ્તકો ગરીબ સ્ટુડન્ટ્સમાં વહેંચ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK