વૉશરૂમનો ઉપયોગ કરનારી મહિલાની વીડિયો ક્લિપ ઉતારનારો ઝડપાયો

Updated: 3rd January, 2021 19:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

38 વર્ષના એક પુરુષની ગુરુવારે એક મહિલાનું ખોટી રીતે વીડિયો શૂટિંગ કરવા બદલ ધરપકડ થઇ હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

38 વર્ષના એક પુરુષની ગુરુવારે એક મહિલાનું ખોટી રીતે વીડિયો શૂટિંગ કરવા બદલ ધરપકડ થઇ હતી. ગુરૂવારે બનેલા આ બનાવમાં એક મહિલા જ્યારે સાઉથ મુંબઇના એક રેસ્ટોરન્ટમાં વૉશરૂમનો ઉપયોગ કરી હી હતી ત્યારે આ માણસે તેનો વીડિયો ઉતારવાની ચેષ્ટા કરી હતી. 

ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા એક રિપોર્ટ અનુસાર આઝાદ મેદાન પોલીસે જણાવ્યું કે આ ઘટના સાંજે સાડા સાતની આસપાસ બની હતી જ્યારે 30 વર્ષની ફરિયાદી મહિલા તેની મિત્રો સાતે રેસ્ટોરન્ટમાં ગઇ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "મહિલા એ સમયે વૉશરૂમમાં હતી જ્યારે તેની નજર પડી કે એક પુરુષ તેને રેકોર્ડ કરી રહ્યો હતો. તે બારણા નીચેની જગ્યામાંથી આ રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કરતો હતો."

મહિલાએ તરત જ મદદ માટે બુમ પાડી અને તે કારણે આ શખ્સ જે સમીર શેખ તરીકે ઓળખાયો તે રેસ્ટોરન્ટના સ્ટાફની મદદથી પકડાઇ ગયો હતો. મહિલાએ મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

આરોપી અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લવાયા હતા અને મહિલાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાયું હતું. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનનાં વિદ્યાસાગર કલકુંદ્રએ આ જાણ કરી. આ અધિકારીએ કહ્યું કે શેખ રેસ્ટોરન્ટ પાસેની એક સેલફોન વેચતી દૂકાનમાં કામ કરતો હતો. તેનો ફોન અત્યારે પોલીસ જાપ્તમાં છે અને તેને સેક્શન 353 (સી) હેઠળ અટકમાં રખાયો હતો. શુક્રવારે તેને કોર્ટમાં હાજર કરાયો અને તેને જામીન મળતાં તેનો છૂટકારો થયો હતો. 

First Published: 3rd January, 2021 18:14 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK