Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અનૈતિક સંબંધમાં વારંવાર રૂપિયાની માગણી કરતાં પ્રેમીએ મહિલાની હત્યા કરી

અનૈતિક સંબંધમાં વારંવાર રૂપિયાની માગણી કરતાં પ્રેમીએ મહિલાની હત્યા કરી

05 January, 2020 08:39 AM IST | Mumbai

અનૈતિક સંબંધમાં વારંવાર રૂપિયાની માગણી કરતાં પ્રેમીએ મહિલાની હત્યા કરી

બારબાળા રેસીના શેખની હત્યા કર્યા બાદ નીસી ગયેલા આરોપીને ઝડપીને દહિસર પોલીસે દાગીના-મોબાઇલ જપ્ત કર્યાં હતાં.

બારબાળા રેસીના શેખની હત્યા કર્યા બાદ નીસી ગયેલા આરોપીને ઝડપીને દહિસર પોલીસે દાગીના-મોબાઇલ જપ્ત કર્યાં હતાં.


દહિસર (ઈસ્ટ)માં જનકલ્યાણ નગરમાં આવેલા એક ફ્લૅટમાં ગઈ ૨૯ ડિસેમ્બરે ૩૨ વર્ષની એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના આ મામલામાં પોલીસે તેના પ્રેમીની કલકત્તાથી ધરપકડ કરી છે. મૃતક મહિલા વારંવાર રૂપિયાની માગણી કરતી હોવાથી આરોપી તેને મોતને ઘાટ ઉતારીને તેની પાસે રહેલાં દાગીના અને મોબાઇલ લઈને તેના વતન ભાગી ગયો હતો.

જનકલ્યાણ નગરના એક ફ્લૅટમાંથી ૨૯ ડિસેમ્બરની સાંજે ૩૨ વર્ષની રેસીના શેખ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં જણાયું હતું કે બારમાં કામ કરતી રેસીના પહેલાં તેના પતિ સાથે નવી મુંબઈમાં રહેતી હતી, પરંતુ બાદ તે અહીં ફ્લૅટ ભાડે રાખીને કોઈક અન્ય યુવક સાથે રહેવા આવી હતી.
હત્યાના મામલામાં પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે બનાવના સમયે જોવા મળી હતી. એ શંકાસ્પદની માહિતી મેળવતાં એ સ્વપન પરેશ રોહિદાસ હોવાનું જણાયું હતું, જે મૂળ કલકત્તાનો વતની છે. આરોપીની ઓળખાણ બાદ પોલીસે કલકત્તા જઈને તેની ધરપકડ કરી હતી.
દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મોહમ્મદ મુજાવરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીના મૃતક મહિલા સાથે લગ્નબાહ્ય અનૈતિક સંબંધ હોવાનું આરોપીની પૂછપરછમાં જણાયું છે. આરોપી સ્વપન રોહિદાસે કબૂલ્યું છે કે તેણે જ રેસીના શેખની હત્યા કરી હતી અને તેની પાસેના દાગીના-મોબાઇલ સાથે તે પોતાના વતન જતો રહ્યો હતો. મૃતક રેસીના પોતાની પાસે વારંવાર રૂપિયાની માગણી કરતી હોવાથી તેનાથી પીછો છોડાવવા તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી મૃતકનાં સોનાનું મંગળસૂત્ર, સોનાનું બ્રેસલેટ, સોનાની પાયલ અને ત્રણ મોબાઇલ લઈ ગયો હતો જે જપ્ત કર્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 08:39 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK