Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મેલબર્નના ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવકનો જીવ ગયો

મેલબર્નના ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવકનો જીવ ગયો

25 October, 2020 04:07 PM IST | Mumbai
Agencies

મેલબર્નના ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવકનો જીવ ગયો

મેલબર્નના ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવકનો જીવ ગયો

મેલબર્નના ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવકનો જીવ ગયો


વલસાડના અબ્રામા વિસ્તારના ૨૫ વર્ષના વિદ્યાર્થી યુવાનનું ઑસ્ટ્રેલિયાના એલવુડ, મેલબર્ન સિટીમાં ગુરુવારે રાતે ભયાનક કાર-અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છેલ્લાં ૪ વર્ષથી ઑસ્ટ્રેલિયામાં ભણતો આ વિદ્યાર્થી માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ટૂંકમાં જ ઑસ્ટ્રેલિયાના પી.આર. માટે અરજી કરવાનો હતો. યુવાનનો મૃતદેહ ભારત લાવવા માટે સ્થાનિક ભારતીય મૂળના લોકોએ કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ દુર્ઘટનાની જાણ મૃતકના વલસાડ ખાતે રહેતા પરિવારને થતાં તમામ સ્વજનો આઘાતમાં સરી પડ્યા છે. વલસાડના અબ્રામા ખાતે આવેલી માર્બલ ફૅક્ટરી પાસે રહેતા મહેશભાઈ સોલંકીના એકના એક પુત્ર ભાર્ગવ સોલંકી (ઉં. વ. ૨૫) છેલ્લાં ૪ વર્ષથી ઑસ્ટ્રેલિયાના મેલબર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 04:07 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK