Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કરોડોના ફ્રૉડ સામે આંદોલન છેડનાર કચ્છી સહિયારું અભિયાનને મોટી સફળતા

કરોડોના ફ્રૉડ સામે આંદોલન છેડનાર કચ્છી સહિયારું અભિયાનને મોટી સફળતા

27 September, 2020 08:43 AM IST | Mumbai
Preeti Khuman Thakur

કરોડોના ફ્રૉડ સામે આંદોલન છેડનાર કચ્છી સહિયારું અભિયાનને મોટી સફળતા

ઈઓડબ્લ્યુએ ભાગીદાર હસમુખ ગોગરી અને પંકજ છેડાની ધરપકડ કરી હતી.

ઈઓડબ્લ્યુએ ભાગીદાર હસમુખ ગોગરી અને પંકજ છેડાની ધરપકડ કરી હતી.


મુલુંડમાં રહેતા આર. એચ. અસોસિયેટ્સ પેઢીના બે પાર્ટનર હસુમખ ગોગરી અને પંકજ છેડાની ગઈ કાલે આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે, જ્યારે તેમના અન્ય ભાગીદારો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આર. એચ. અસોસિયેટ્સના બે ભાગીદારોની ધરપકડ થતાં એમાં રોકાણ કરનારાઓએ થોડો રાહતનો શ્વાસ લીધો છે તેમ જ ‘લાકડી નહીં, ભારો બનીએ’ એટલે એકલા નહીં, આપણે સૌ લેણદાર સાથે મળીને લડવું પડશે એવો દૃઢ નિશ્ચય કરીને રોકાણકારોએ પોતાની લડાઈ શરૂ કરી હતી અને આ બે ભાગીદારોની ધરપકડ એનો પહેલો પડઘો હોવાનું તેઓ માની રહ્યા છે. જોકે હજી પણ રોકાણકારો એવો સવાલ કરી રહ્યા છે કે આ બે પકડાયા પણ બાકીના ક્યારે પકડાશે. બન્ને આરોપીઓને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીનો આદેશ અપાયો છે. કચ્છી સહિયારું અભિયાનના આગેવાન ધીરજ છેડાએ અભિયાનના સફળતાના ભાગરૂપે આ બે જણની ધરપકડ થઈ હોવાનું કહ્યું હતું. જોકે આ મામલાની તપાસ કરી રહેલા ઇકોનોમિક ઑફેન્સ વિન્ગ (ઇઓડબલ્યુ)ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સાંગળેએ કહ્યું હતું કે, હસમુખ ગોગરી અને પંકજ છેડાની અરેસ્ટ થઇ છે અને બાકીના છ આરોપીને કોઈ પણ ઘડીએ ધરપકડ થશે. આ ઉપરાંત આર. એચ. અસોસિયેટ્સના પાર્ટનર્સે એક લાખથી લઈને એક કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અલગ-અ‍લગ રીતે કર્યું છે અને એ બધામાંથી પૈસા રિકવર કરીને ઇન્વેસ્ટરોના ૧૦૦ ટકા પૈસા રિકવ‍ર કરાશે.

૨૦૧૯માં પંકજ ગડા અને જૉની શાહ દ્વારા ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (ઈઓડબ્લ્યુ) યુનિટ-૭માં રોકાણકારોની રકમ ભાગીદારો પાસેથી મળી રહી ન હોવાથી ફરિયાદ કરી હતી. ત્યાર બાદ હાલમાં જુલાઈ મહિનામાં રાજેશ શાહ દ્વારા આર. એચ. અસોસયેટ્સના ૬ ભાગીદારો અને તેમના બે સંબંધીઓ સહિત રોકાણ કંપની સાથે સંકળાયેલા આઠ જણ સામે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર ઍક્ટ (એમપીઆઇડી)ની કલમ હેઠળ માટુંગા પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આર્થિક ગુના શાખા દ્વારા આર. એચ. અસોસિયેટ્સની માટુંગા (સેન્ટ્રલ)માં આવેલી એક ઑફિસને સીલ કરવામાં ‍આવી, જ્યારે અન્ય એક ઑફિસનું પંચનામું થયું હતું તેમ જ આ કંપનીના અને એના સંબંધિત વ્યક્તિઓના મળીને અંદાજે ૧૨ બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં.



પોલીસે જણાવ્યા પ્રમાણે ‘કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરતા લોકોને કંપની તેમની મૂળ રકમ ચૂકવી રહી નહોતી એથી આર. એચ. અસોસિયેટ્સ કંપનીના ભાગીદારો સહિત અન્ય બે જણ રમણીક દેઢિયા, દિલેશ વીરા, ખુશાલ છેડા, પંકજ છેડા, મુકેશ છેડા, હસમુખ ગોગરી સહિત રમણીક છેડાના દીકરા જયેશ દેઢિયા અને મુકેશ છેડાના ભાઈ હેમંત છેડા મળી કુલ ૮ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.’


કચ્છી સહિયારું અભિયાન છે શું?

સમાજની વિધવા મહિલાઓથી લઈને અને મધ્યમ વર્ગનાઓથી લઈને દિવ્યાંગ, સિનિયર સિટિઝન દ્વારા રોકાણ પર સારું વ્યાજ મળતું હોવાથી ૩૦ વર્ષથી કાર્યરત આર. એચ. અસોસિયેટ નામની સમાજના ભાગીદારોની કંપનીમાં રોકાણ કર્યું હતું. જોકે વ્યાજ પણ બંધ થઈ ગયું અને રોકાણની મૂડી પણ અટવાઈ ગઈ હોવાથી આ રકમ પર નિર્ભર થઈને ઘર ચલાવતા લોકોની કફોડી હાલત થવા લાગી હતી. કંપની દ્વારા આ સ્કીમ અંદાજે ૨૦૧૬ના ઑક્ટોબરથી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા પહેલાં લોકોને સારું વ્યાજ અપાઈ રહ્યું હોવાથી વધુ લોકો એના પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. લોકોની મૂડી અટવાઈ જતાં સમાજના સામાજિક કાર્યકરો, અગ્રણીઓ દ્વારા કચ્છી સહિયારું નામનું અભિયાન શરૂ કરીને લોકોને તેમનું રોકાણ ભાગીદારો પાસેથી મેળવીન આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 08:43 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK