મુંબઈમાં ઘરફોડી કરતી ત્રણ ચોરની ટોળકી પકડાઈ

Published: 22nd September, 2019 15:19 IST

લડ્ડુ ગૅન્ગના સભ્ય આ ત્રણ ચોરોને ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ત્રણે મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાંથી પકડ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (પી.ટી.આઇ.) મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ૭૦ જેટલા ઘરફોડીના કેસમાં સંડોવાયેલી ત્રણ સભ્યોની ટોળકીને ઝડપી લીધી હોવાનું પોલીસ અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. લડ્ડુ ગૅન્ગના સભ્ય આ ત્રણ ચોરોને ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ત્રણે મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાંથી પકડ્યા હતા. ધરપકડ કરાયેલાઓમાં ગૅન્ગના લીડર ૪૪ વર્ષના મોહમ્મદ કરીમ શેખ ઉર્ફે લડ્ડુ, ૨૭ વર્ષના સલીમ ગેહર શેખ અને ૨૪ વર્ષના સઈદ હુસેન શેખ ઉર્ફે બાટલાનો સમાવેશ છે. આ ચોરો દિવસના સમયમાં દુકાન અને ઘરની ઇન્કવાયરી કરી રાતે લૂંટ ચલાવતા હતા. આરોપીઓ અગાઉ અનેક વાર જેલની સજા કાપી ચૂક્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK