Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં રમાય છે કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ જેવી રમત

પાકિસ્તાનમાં રમાય છે કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ જેવી રમત

18 September, 2020 11:05 AM IST | Mumbai
Mumbai correspondent

પાકિસ્તાનમાં રમાય છે કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ જેવી રમત

પાકિસ્તાનમાં રમાય છે કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ જેવી રમત

પાકિસ્તાનમાં રમાય છે કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ જેવી રમત


વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ની પાકિસ્તાની આવૃત્તિ જેવી ફેસબુક-ચૅનલ ઑલ કબડ્ડી વર્લ્ડ શરૂ કરવામાં આવી છે. ઑલ કબડ્ડી વર્લ્ડ ચૅનલ પર તમને ફક્ત કબડ્ડીની મૅચો અને તાલીમ સંબંધી વિડિયો અને ફોટોગ્રાફ જોવા મળે એવું નથી. તાજેતરમાં બે ખેલાડીઓ ફ્રી સ્ટાઇલ કુસ્તી પણ ન કહી શકાય એવું કંઈક રમતા હોવાની વિડિયો-ક્લિપ ઑલ કબડ્ડી વર્લ્ડમાં પોસ્ટ કરવામાં આવી હતી. બન્ને ખેલાડીઓ ધુળિયા રિંગની ફરતે દોડી-દોડીને એકબીજાને ગાલ, છાતી, પેટ અને જાંઘ પર થપાટ મારતા હતા, જે રીતે અમેરિકન કુસ્તીમાં મનોરંજનનું તત્ત્વ વધારવામાં આવ્યું છે એ રીતે આ પાકિસ્તાની કબડ્ડી વર્લ્ડમાં પણ કબડ્ડી અને કુસ્તીની ભેળસેળ કરીને કંઈક પીરસવાનો પ્રયત્ન જણાય છે. એમાં સામસામે બે ટીમની જગ્યાએ ઘણી વાર બે માણસો કુસ્તી કે કબડ્ડી જેવું કંઈક રમતા હોય એવું લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 11:05 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK