આ પરિવાર ભજવી રહ્યા છે કેટલીય પેઢીઓથી રાજા દશરથની ભૂમિકા

Published: Oct 03, 2020, 17:59 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

પરિવારના સભ્ય શાંતનૂ પાંડેય છે, જે છેલ્લા ઘણાં વર્ષોથી ફક્ત નિર્દેશનની જ જવાબદારી સંભાળી રહ્યા છે. સાથે જ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહાનગરમાં રામલીલા મંચનની પરંપરા ખૂબ જ જૂની છે. કેટલાય કલાકારો એવા છે, જેના પરિવાર છેલ્લી ત્રણ પેઢીઓથી કેટલાય પાત્રોની ભૂમિકા ભજવતા રહ્યા છે. પણ ખાસ વાત એ છે કે, સદર માર્કેટમાં એક પરિવાર એવો પણ છે, જે છેલ્લી પાંચ પેઢીઓથી રાજા દશરથની ભૂમિકા ભજવતો રહ્યો છે. હાલ આ પરિવારના સભ્ય શાંતનૂ પાંડેય છે, જે છેલ્લા ઘણાં વર્ષોથી ફક્ત નિર્દેશનની જ જવાબદારી સંભાળી રહ્યા છે. સાથે જ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે.

બુંદેલખંડમાં સદર માર્કેટની રામલીલા મંચનનું ખૂબ જ મહત્વ છે. અહીંની રામલીલામાં આજે પણ કેટલાય પરિવાર એવા છે, જે મંચન તેમજ પ્રબંધનમાં પોત-પોતાની ભૂમિકાઓ કેટલીય પેઢીઓથી કુશળતાથી ભજવી રહ્યા છે. મંચનમાં રાજા દશરથની ભૂમિકા લગભગ દર વર્ષે ભજવનારા શાંતનૂ પાંડેયનું કહેવું છે કે તેમના પૂર્વજોમાં સર્વપ્થમ રાજા દશરથની ભૂમિકા ચતુર્ભુજ પાંડેયે ભજવી હતી. ત્યાર પછી બદ્રી નારાયણ પાંડેય, અવિનાશ પાંડેય, અશોક પાંડેય અને હવે તે ભજવી રહ્યા છીએ. તેમનું કહેવું છે કે સંયોગ અને ભગવાન શ્રીરામની કૃપા છે. રાજા દશરથની ભૂમિકામાં તેમને ઇશ્વરને પોતાના પુત્ર તરીકે માવનાનો ભાવ મનમાં પવિત્રતા વિશેષ ભાવ સંચારિત કરે છે. તેમના પ્રમાણે મંચનમાં તેમના પુત્ર કૃષ્ણા પણ લક્ષ્મણની ભૂમિકા ભજવે છે.

સદર બજારની રામલીલલામાં જ મુખરૈયા પરિવાર પણ છેલ્લી ત્રણ પેઢીથી રામ, લક્ષ્મણ સહિત અન્ય મહત્વપૂર્ણ ચરિત્રોની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. રામ, જનક, બાલી, ભરતની ભૂમિકા ભજવી ચૂકેલા શ્યામ બિહાપી મુખરૈયાએ કહ્યું કે મંચન થશે, તો તે અભિનય માટે તૈયાર છે. વર્તમાનમાં તેમના પરિવારના બાળકો અર્પિત, આયુષ, પુનીત રામલીલામાં કામ કરે છે. તેમનો આખો પરિવાર આજે પણ રામ ચરિત માનસનો પાઠ કર્યા પછી અન્ય કામ કરે છે. અહીં શ્રીરામલીલા કમિટી સદર બજારના કાર્યવાહક અધ્યક્ષ વિકાસ ખત્રી પ્રમાણે સદર બજારની રામલીલામાં કેટલાય એવા પરિવાર છે, જે મંચન તેમજ પ્રબંધનમાં પોતાની ભૂમિકા અનેક પેઢીઓથી ભજવી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK