દુનિયામાં પહેલી વાર કપડા પર છપાયેલી ડિજિટલ પ્રિન્ટના પ્રૉપર્ટીના દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થયું

Published: Oct 08, 2019, 09:26 IST | મુંબઈ ડેસ્ક

આ ડૉક્યુમેન્ટને હવે સુપ્રીમ કોર્ટ, લૉ મ્યુઝિયમ તેમ જ લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ માટે મોકલવામાં આવશે.

કપડાં પર છપાયું પ્રોપર્ટીનું દસ્તાવેજ
કપડાં પર છપાયું પ્રોપર્ટીનું દસ્તાવેજ

ગુજરાતમાં પહેલી વાર કપડા પર હિન્દીમાં લખેલી પ્રિન્ટમાં પ્રૉપર્ટીનો દસ્તાવેજ છપાયો અને એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. આ કાર્ય સુરતના ઍડવોકેટ અરુણ લાહોટીએ કર્યું હતું. તેમના કહેવા મુજબ આવું કરવા માટે તેમને કાનૂની કાર્યવાહીમાં ત્રણથી ચાર મહિના લાગ્યા હતા. આ વકીલસાહેબનો દાવો છે કે કપડા પર સંપત્તિના દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન પહેલવહેલી વાર થયું છે. શનિવારે સૂરતની હાઇરાઇઝ બિ‌લ્ડિંગમાં સબ રજિસ્ટ્રાર એ. કે. પટેલે સંજય બાબુલાલ સુરાણાના નામે આ દસ્તાવેજ રજિસ્ટર કર્યો હતો. સુરાણાએ પોતાની સંપત્તિનો દસ્તાવેજ કપડા પર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને એનું ડિજિટલ પ્રિન્ટિંગ રોહિત કપૂર નામના ભાઈએ કર્યું હતું. એની ડિઝાઇન અનુરાધા સોમાણીએ તૈયાર કરી હતી. આ ડૉક્યુમેન્ટને હવે સુપ્રીમ કોર્ટ, લૉ મ્યુઝિયમ તેમ જ લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ માટે મોકલવામાં આવશે. અરુણ લોહાટીના દાવા મુજબ તાડપત્રી પર પ્રથમ દસ્તાવેજ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો. ૨૦૧૮ની ૨૭ નવેમ્બરે સોના-ચાંદી અને હીરાથી જડીત પ્રથમ દસ્તાવેજ બન્યો હતો. આવા અળવીતરા લગભગ ૧૮ રેકૉર્ડ તેમણે બનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK