લખનઊથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકી, 29નાં મોત

Published: Jul 08, 2019, 08:25 IST | આગરા

લખનઊથી દિલ્હી જઈ રહેલી બસ નાળામાં ખાબકતા અકસ્માત થયો છે. જેમાં 29 લોકોનાં મોત થયા છે.

નાળામાં ખાબકી(તસવીર સૌજન્યઃ ANI)
નાળામાં ખાબકી(તસવીર સૌજન્યઃ ANI)

ઉત્તર પ્રદેશ રોડવેઝની બસને અકસ્માત થયો છે. બસ લખનઊથી દિલ્હી જઈ રહી હતી ત્યારે નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.


વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની. એતમાદપુર વિસ્તારમાં ઝરણા નાળામાં બસ અનિયંત્રિત થઈને ખાબકી ગઈ.

અવધ ડેપોની આ ડબલ ડેકર બસ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે તેમાં 50 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીટેન્ડેન્ટને ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર આપવા સૂચના આપી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે. જેસીબી અને ક્રેનથી બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ પનીર બટર મસાલાનો ઑર્ડર કરતાં ઝોમેટોએ મોકલ્યું બટર ચિકન, ૫૫ હજારનો દંડ

ઉત્તર પ્રદેશ માર્ગ નિગમે મૃતકોના પરિવારજનોને પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK