Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 21 બાળકોને જન્મ આપી ચુકી છે આ મહિલા, ફરી થઈ ગર્ભવતી..

21 બાળકોને જન્મ આપી ચુકી છે આ મહિલા, ફરી થઈ ગર્ભવતી..

22 October, 2019 01:35 PM IST | બ્રિટેન

21 બાળકોને જન્મ આપી ચુકી છે આ મહિલા, ફરી થઈ ગર્ભવતી..

બ્રિટેનનો સૌથી મોટો પરિવાર

બ્રિટેનનો સૌથી મોટો પરિવાર


આજનો સમય એવો છે જ્યા બે બાળકોનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ બની જાય છે, ત્યાં બ્રિટેનમાં રહેતી એક મહિલા 21 બાળકોને જન્મ આપી ચુકી છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ મહિલા ફરી એકવાર ગર્ભવતી થઈ છે. એટલે કે હવે તે તેના 22માં બાળકને જન્મ આવશે. એક યૂટ્યૂબ વીડિયોના માધ્યમથી મહિલાએ પોતાના અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ બતાવીને ગર્ભવતી હોવાની પુષ્ટિ કરી છે.

આ મહિલાનું નામ સૂ રેડફોર્ડ છે, જ્યારે તેમના પતિનું નામ નોએલ છે, જે બ્રિટેનના મોરેકેમ્બેમાં રહે છે. સૂ અને નોએલનો પરિવારને બ્રિટેનનો સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે. તેમનો બેકરીનો પારિવારિક બિઝનેસ છે, જેને તેઓ મળીને ચલાવે છે.

 
 
 
View this post on Instagram

This is what breakfast time looks like well one table anyway ??

A post shared by Radford Family (@theradfordfamily) onAug 24, 2018 at 1:58am PDT




મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સૂએ ગયા વર્ષે નવેમ્બરમાં જ એક દિકરીને જન્મ આપ્યો હતો. હવે તે 15 અઠવાડિયાથી ગર્ભવતી છે. તે આવતા વર્ષે 22માં બાળકને જન્મ આપશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તે દિકરાને જન્મ આપશે. તેમનું કહેવું છે કે જો આ વખતે તેણે દિકારનો જન્મ આપ્યો તો તેના બાળકોમાં 11 છોકરા અને 11 છોકરીઓ થઈ જશે.

સૂ અને નોએલના ઘરમાં કુલ 10 રૂમ્સ છે, જેમાં તેઓ બાળકો સાથે રહે છે. અહેવાલો પ્રમાણે, નવમાં બાળકના જન્મ બાદ સૂના પતિ નોએલએ નસબંદી કરાવી લીધી હતી, પરંતુ બાદમાં તેમણે ફરી સર્જરી કરાવી લીધી.


આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સૂ અને નોએલના સૌથી મોટા દિકરો ક્રિસ અને દિકરી સોફી હવે તેમની સાથે નથી રહેતા, જ્યારે બાકીના બાળકો તેની સાથે જ રહે છે. સૌથી  અચંબામાં પાડી દેતી વાત એ છે કે સૂ અને નોએલ નાના-નાની પણ બની ચુક્યા છે. તેમની સૌથી મોટી દિકરી સોફીના લગ્ન થઈ ચુક્યા છે અને તેમના ત્રણ બાળકો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 01:35 PM IST | બ્રિટેન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK