Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિક જૅમને બાય-બાય કરવા ૮ લિન્ક રોડ ઝડપથી બનાવાશે

ટ્રાફિક જૅમને બાય-બાય કરવા ૮ લિન્ક રોડ ઝડપથી બનાવાશે

20 January, 2020 08:33 AM IST | Mumbai
Chetna Sadadekar

ટ્રાફિક જૅમને બાય-બાય કરવા ૮ લિન્ક રોડ ઝડપથી બનાવાશે

ટ્રાફિક જૅમને બાય-બાય કરવા ૮ લિન્ક રોડ ઝડપથી બનાવાશે


મુંબઈમાં ૭૦ ઠેકાણે રોડ લિન્ક્સના અભાવની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા આઠ ઠેકાણે એ મુશ્કેલી દૂર કરવા તત્પર બની છે. એમાં કેટલાંક ઠેકાણે ફ્લાયઓવર બ્રિજ અને કેટલાંક ઠેકાણે રોડ બાંધશે. કન્સલ્ટન્ટ્સે ચાર વર્ષ પહેલાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર સુપરત કરેલા રિપોર્ટ કૉન્પ્રીહેન્સિવ મોબિલિટી પ્લાન (સીએમપી)માં ૭૦ ઠેકાણે રોજ લિન્ક્સના અભાવની વિગતો સાથે સૂચનો કર્યાં પછી તાજેતરમાં રોડ લિન્ક્સ બાંધવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. ઉક્ત પ્લાન તૈયાર કરવા માટે ૭.૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સીએમપી રિપોર્ટનાં સૂચનો મુજબ મહાપાલિકાએ રસ્તા પહોળા કરવા અને ટ્રાફિક સિગ્નલિંગના પ્રોજેક્ટનો અમલ શરૂ કર્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ સૂચિત સ્થળોમાંથી આઠ ઠેકાણે કનેક્ટવિટી લિન્ક્સ બાંધવા માટે ટોટલ સ્ટેશન સર્વે પૂરો કર્યો છે. હવે એ રોડ્સના ડિઝાઇનિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. સીએમપી રિપોર્ટમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમના રિવ્યુની સલાહ આપવા સાથે જુદી-જુદી સરકારી એજન્સીઝ દ્વારા અમલ કરાવવા માટે ઍક્શન પ્લાન પણ સૂચવવામાં આવ્યો હતો.



કયા ૮ લિન્ક રોડ?
1 મુલંડ કૉલોની રોડથી મોતીનગર રોડ
2 હંસ ભુગરા માર્ગથી ભારતનગર રોડ
3 પાઇપલાઇન રોડથી ખાર સ્ટેશન
4 જી.આર. વરાસકર માર્ગથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે
5 પી. ગોદરેજ માર્ગ-વિક્રોલી સ્ટેશન-વસંતદાદા પાટીલ માર્ગ
6 અહિલ્યા હોળકર માર્ગ - લોટસ કૉલોની
7 માહિમ-સાયન લિન્ક રોડથી માહિમનો કૃષ્ણ મેનન માર્ગ
8 જીએમએલઆરથી ભાંડુપનો ફાટક બ્રિજ


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 08:33 AM IST | Mumbai | Chetna Sadadekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK