૯૮ વર્ષનાં અમ્માએ સેલ્ફ ક્વૉરન્ટીનમાં બેઠેલા લોકોનો આભાર માન્યો

Published: Mar 22, 2020, 08:57 IST | Mumbai Correspondent | Mumbai Desk

આજે ૯૮ વર્ષનાં થયેલાં કાર્ત્યાયિની અમ્માએ કોરોના વાઇરસના માહોલમાં સેલ્ફ ક્વૉરન્ટીનમાં રહેનારા તમામનો આભાર માનતો પત્ર લખ્યો છે.

૨૦૧૮ના વર્ષમાં ૯૬ વર્ષની ઉંમરે કેરળની સ્ટેટ લિટરસી એક્ઝામ પાસ કરનારાં અને આજે ૯૮ વર્ષનાં થયેલાં કાર્ત્યાયિની અમ્માએ કોરોના વાઇરસના માહોલમાં સેલ્ફ ક્વૉરન્ટીનમાં રહેનારા તમામનો આભાર માનતો પત્ર લખ્યો છે. એ પત્ર સોશ્યલ મીડિયામાં મશહૂર થયો છે. અમ્માએ પત્રમાં લખ્યું છે કે ‘મારાં બાળકો, તમે દૂર-દૂરના દેશોમાંથી આવો છો. તમારાં કેટલાં કામ હશે. તમે મારું અને મારાં સંતાનોનું હિત જાળવવા માટે એક ઓરડામાં પુરાઈને તમારી જાત સાથે સંવાદ કરતા બેઠા રહો છો. તમારો આ પ્રેમ જોઈને મારી આંખમાં આંસુ આવી જાય છે. ફરી એક વખત આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK