બૉબ હચિન્સન નામના ૯૪ વર્ષના દાદાનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વૉટર-સ્કીઇંગ કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નોંધાયું છે. તેઓ ૧૯૪૯માં ૨૩ વર્ષની ઉંમરે વૉટર-સ્કીઇંગ તથા અન્ય ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં સક્રિય બન્યા હતા. ૨૦૧૯માં વૉટર-સ્કીઇંગ કરીને તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ માટે દાવો નોંધાવ્યો હતો, પરંતુ એની નોંધ તાજેતરમાં કરવામાં આવી હતી. બૉબદાદા વૉટર કૅનોઇંગ, સ્કૂબા ડાઇવિંગ અને હેલ્સિન્કિંગ જેવી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં પણ ખૂબ સક્રિય રહે છે. જોકે તેમને મુખ્યત્વે પાણી સાથે સંકળાયેલી વૉટર સ્પોર્ટ્સ વધારે પ્રિય છે. બૉબદાદા તેમનાં પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય થઈને જીવનને પૂર્ણ રૂપે જીવવાની પ્રેરણા આપે છે.
ઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ
2nd March, 2021 07:21 ISTપોતાની સાથે જ લગ્ન કરવા એક લાખ રૂપિયા ખર્ચ્યા આ યુવતીએ
2nd March, 2021 07:21 ISTઆ વાઘની ત્રાડ નહીં, ગીત સાંભળવા ઝૂમાં જામે છે ભીડ
2nd March, 2021 07:21 ISTWomen's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 IST