૯૪ જેટલાં સરકારી ટોઇંગ વાહનો ધૂળ ખાય છે

Published: 24th December, 2011 04:28 IST

છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન મુંબઈના ટ્રાફિક-પોલીસ ડિપાર્ટમેન્ટે ૯૪ જેટલાં ટોઇંગ વાહનો ખરીદ્યાં હતાં, પરંતુ આ તમામ વાહનો કાલબાદેવી ચોકી તથા તાડદેવ પોલીસ-સ્ટેશનમાં ધૂળ ખાતાં પડ્યાં છે.

 

આ બાબતનો જવાબ માગવામાં આવતાં માણસોની અછત હોવાનું કારણ આગળ ધરવામાં ïઆવ્યું હતું. વળી અન્ય એક કારણ એ પણ છે કે પ્રાઇવેટ કોન્ટ્રૅક્ટરો દ્વારા વાહનોની સાથોસાથ ડ્રાઇવર તેમ જ વાહનો ઊંચકવા માટે માણસો પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત સામાન્ય રીતે ટ્રાફિક-પોલીસને રસ્તા પરથી વાહનો ઊંચકીને ગાડીમાં નાખવાનું પસંદ ન હોવાથી પણ પ્રાઇવેટ વાહનો પર પહેલી પસંદગી ઢોળવામાં આવે છે. શહેરમાં કુલ આવાં ૬૦થી ૬૫ જેટલાં પ્રાઇવેટ કૉન્ટ્રાક્ટવાળાં વાહનો નો-પાર્કિંગ એરિયામાં મૂકેલાં વાહનો ટોઇંગ કરવાનું કામ કરે છે. આ કૉન્ટ્રૅક્ટરો સિનિયર ઇન્સ્પેક્ટરને ૧૦ ટકા કમિશન પણ આપતા હોવાથી પ્રાઇવેટ વાહનોની પસંદગી થાય છે.


વળી સરકારી ટોઇંગ વાહનો મોંઘી મર્સિડીઝ બેન્ઝ કે આઉડી જેવી કાર લઈ જવા માટે ચાલી શકે એમ ન હોવાથી માત્ર કોઈ વીઆઇપી ગેસ્ટના આગમન વખતે સરકારી બંદોબસ્ત ગોઠવવા તથા તહેવારોની સીઝનમાં જ એનો ઉપયોગ કરવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK