ઓળાય નહીં એવા વાળના સિન્ડ્રૉમથી પીડાતી આ ૯ વર્ષની લાયલા ગ્રેસ બાર્લોના વાળ સીધા ઓળી શકાતા નથી. આવા ઓળ્યા વિનાના વાળમાં તે અદ્દલ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી દેખાય છે.
તેનાં મમ્મી-પપ્પા ઍલેક્સ અને માર્કે તેના વાળને સીધા કરવા અનેક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું.
ડૉક્ટરોએ પણ આ પ્રકારના સિન્ડ્રૉમ પહેલી વાર જોયાનું કહ્યું હતું. વય વધવાની સાથે તેના વાળની સમસ્યા પણ વધવા લાગી હતી. વાળમાં ગૂંચ પણ વધવા લાગી તેમ જ તેના વાળ ઓળવાની કોશિશ પણ કરી શકાતી નહોતી. આવા વાળને કારણે તે સ્કૂલમાં પણ ઓળખાવા લાગી હતી.
ઍલેક્સનું કહેવું છે કે અમે તેને આવા વાળ માટે ગર્વ અનુભવવાની તાલીમ આપી હોવાથી હવે તે સહેલાઈથી લોકોની કમેન્ટ સહન કરી લે છે.
પગે લકવો છતાં હૉન્ગકૉન્ગના ૨૫૦ મીટર ઊંચા ટાવર પર વ્હીલચૅર પર બેસીને ચડ્યો
19th January, 2021 09:19 ISTવિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી
19th January, 2021 09:16 ISTખાવા પણ ગમે અને જોવા પણ ગમે એવા મૅક્રોન્સ બનાવે છે અન્ના ઝિરોવા
19th January, 2021 09:14 ISTલોકોને બદલે માત્ર ધ્વજ
19th January, 2021 09:11 IST