ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદથી ઓખા બન્યું ટાપુ

Published: 14th September, 2012 05:46 IST

વેલમાર્ક પ્રેશરને કારણે ઍક્ટિવ બનેલી મૉન્સૂન સિસ્ટમને લીધે ગઈ કાલે પણ ગુજરાતમાં ચોમાસું પૉઝિટિવ રહ્યું હતું અને ગુજરાતના ૮૨ તાલુકાઓમાં હળવાં ઝાપટાંથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ગુજરાતના જામનગર જિલ્લાના દ્વારકા, ઓખા અને મીઠાપુરમાં ગઈ કાલે ચારથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઓખામાં તો ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડવાને કારણે ઓખા ટાપુ બની ગયું હતું. ગઈ કાલે મીઠાપુરમાં પણ ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.  કચ્છના ભુજમાં ગઈ કાલે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો; જ્યારે માંડવીમાં પોણાબે, મુંદ્રામાં એક, રાપરમાં અડધો, અંજારમાં એક, ગાંધીધામમાં એક, નલિયામાં એક, લાલપુરમાં સવાબે અને માધાપરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતના અન્ય ભાગોની વાત કરીએ તો ગઈ કાલે સુરેન્દ્રનગરમાં એક, અમદાવાદમાં અડધો, જામનગરમાં એક, રાજકોટમાં અડધો, જૂનાગઢમાં એક, પોરબંદરમાં અડધો, વલસાડમાં એક, કલોલમાં એક, મહેસાણામાં એક અને પાલનપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK