બોલિવિયામાં પ્રદર્શનમાં ૯ લોકોનાં મોત, સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

Published: Nov 18, 2019, 10:40 IST | santiago

બોલિવિયામાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે મોરાલેસ અને ઉપરાષ્ટ્રપતિ ગાર્સિયા લિનેરાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને મેક્સિકોમાં શરણ લીધી છે.

બોલિવિયામાં પ્રદર્શન
બોલિવિયામાં પ્રદર્શન

બોલિવિયાના કોચાબામ્બામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળ વચ્ચેની અથડામણમાં મરનારાઓની સંખ્યા વધીને ૯ થઈ ગઈ છે. આ દરમ્યાન ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારી હાઈકમિશન કાર્યાલયના પ્રમુખ મિશેલ બાશેલેટે શનિવારે બોલિવિયા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો અધિકારી આ સંકટને સંવેદનશીલ રીતથી અને આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે નિવેડો નહીં લાવે તો સ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે.
સુરક્ષાબળોના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈવો મોરાલેસના રાજીનામા બાદ પોતાને વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરનારી જીનિન અનેજ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ટિયર ગૅસના સેલ છોડ્યા અને તેમની ધરપકડ કરી હતી.
પ્રદર્શનકારીઓનું મોત ગોળી વાગવાથી થયું છે. જો કે, પોલીસે કહ્યું કે તેમણે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ નહોતી વરસાવી, પણ તેમને ભગાડવા માટે માત્ર રાસાયણિક પદાર્થનો ઉપયોગ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવા માટે સેનાને જવાબદાર ગણાવી છે.
બોલિવિયામાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે મોરાલેસ અને ઉપરાષ્ટ્રપતિ ગાર્સિયા લિનેરાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને મેક્સિકોમાં શરણ લીધી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોરાલેસ બીજી વખત જીત્યા છે તેના કારણે ૨૦ ઑક્ટોબરથી ત્યાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. બોલિવિયાની વિપક્ષ પાર્ટીએ ચૂંટણી પરિણામોમાં ગોટાળાનો આરોપ લગાવતા તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK