કાંદિવલીમાં એક કરોડ કૅશ સાથે ૯ની ધરપકડ કરાઈ

Published: Sep 29, 2019, 10:31 IST | મુંબઈ

નાકાબંદી દરમ્યાન કાંદિવલીમાં એક કારમાંથી પોલીસને ૧ કરોડ રૂપિયાની રોકડ રકમ ગઈ કાલે હાથ લાગી હતી. આ મામલામાં પોલીસે ૯ લોકોની ધરપકડ પણ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ કરાઈ છે ત્યારે રાજ્યભરમાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત અને નાકાબંદી કરાઈ રહી છે. આવી જ નાકાબંદી દરમ્યાન કાંદિવલીમાં એક કારમાંથી પોલીસને ૧ કરોડ રૂપિયાની રોકડ રકમ ગઈ કાલે હાથ લાગી હતી. આ મામલામાં પોલીસે ૯ લોકોની ધરપકડ પણ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે કાંદિવલી (પૂર્વ)માં હાઈવે નજીકના ગ્રોવેલ્સ મૉલ પાસેના સર્વિસ રોડ પર નાકાબંદી કરાઈ હતી ત્યારે સફેદ રંગની એક તાતા હેક્સા કારની જડતી લેવામાં આવી હતી. જેમાં એક બૅગમાં ભરેલી ૧ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. કારમાં બેઠેલી કેટલીક વ્યક્તિ ઉપરાંત આ મામલામાં સમતાનગર પોલીસની ટીમે કુલ નવ આરોપીની ધરપકડ કરી હતી.
આ રૂપિયા કોના છે અને કોને આપવા લઈ જવાઈ રહ્યા હતા એના આરોપીઓ યોગ્ય જવાબ ન આપી શકતા એમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને આ બાબતની બાતમી મળ્યા બાદ નાકાબંદી કરીને કાર, કૅશ અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK