પાંચમી પેઢી જોનારાં ૮૯ વર્ષનાં આ દાદીમા રોજ ગરીબ બાળકો માટે સેંકડો પાઇ બનાવીને વહેંચે છે

Published: 30th October, 2020 08:56 IST | Gujarati Mid-day Correspondent | London

લૉકડાઉનના દિવસો પસાર થતાં-થતાં એ રોજિંદો ક્રમ થઈ ગયો

દાદીમા ફ્લો ઓસ્બોર
દાદીમા ફ્લો ઓસ્બોર

બ્રિટનનાં દાદીમા ફ્લો ઓસ્બોર હાલમાં પાંચમી પેઢી જોઈ રહ્યાં છે. તેમને તેમના દીકરા ગ્રેહામે ગયા માર્ચ મહિનામાં ગરીબ બાળકો માટે થોડી પાઇ બનાવીને આપવાનું કહ્યું હતું. ઇંગ્લૅન્ડના નૉર્થ એસેક્સનાં ૮૯ વર્ષનાં બા ફ્લો ઓસ્બોરે ખુશીથી રાંધી આપી, પરંતુ લૉકડાઉનના દિવસો પસાર થતાં-થતાં એ રોજિંદો ક્રમ થઈ ગયો. કોરોનાના રોગચાળામાં એ દાદીમા બહાર જઈ શકતાં ન હોવાથી તેમને માટે સમય પસાર કરવાનો એ ઉત્તમ માર્ગ હતો.

89 year Old Grandmother

રોજ પૌત્રો અને પ્રપૌત્રો કે તેમનાં સંતાનોને રમાડવામાં દિવસ પસાર કરવાને બદલે અવન ખોલીને ગરીબ બાળકો માટે તેઓ ખૂબબધી પાઇ કે અન્ય વાનગીઓ બનાવીને મોકલવાનું તેમને વધારે સારું લાગે છે. પુત્ર ગ્રેહામે ગરીબોને મદદ કરતી નૉર્થ એસેક્સ સપોર્ટ ટીમ દ્વારા પાઇ સહિત બેક કરેલા ખાદ્ય પદાર્થો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આમ દાદી-દીકરાની જોડીએ જરૂરિયાતમંદ બાળકોને લૉકડાઉન દરમ્યાન મદદ કરી હતી.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK