૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

Published: 29th November, 2012 05:57 IST

શનિવારથી શરૂ થયેલી અને ગઈ કાલે રાત્રે બાર વાગ્યે પૂરી થયેલી ગિરનાર પર્વતની લીલી પરિક્રમામાં ચાર દિવસ દરમ્યાન કુલ ૬,૪૧,૩૦૦ ભાવિકોએ ભાગ લીધો હતો, પણ આ પરિક્રમા શ્રદ્ધાળુઓએ શનિવારને બદલે ગુરુવારથી જ શરૂ કરી દીધી હતી,

શાસ્ત્રોક્ત રીતે અમાન્ય ગણાતાં આ બે દિવસનો આંકડો જો પરિક્રમા પૂરી કરનારાઓના લિસ્ટમાં ઉમેરવાનો હોય તો કહી શકાય કે આ વર્ષે કુલ ૮,૪૨,૭૦૦ પરિક્રમા કરી હતી. જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર એ. કે. વ્યાસે કહ્યું હતું કે ‘ગયા વર્ષે પરિક્રમા સાડાછ લાખ લોકોએ કરી હતી, આ વર્ષે પરિક્રમા કરનારા ભાવિકો વધી ગયા છે. દિવસો ઓછા પડતા હોવાથી લોકોએ વહેલી પરિક્રમા શરૂ કરવી પડે છે, જે આમ જોઈએ તો વ્યવસ્થા માટે સારી અને સુવિધાજનક વાત છે.’

આ વર્ષની પરિક્રમા દરમ્યાન ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો હોવાથી જંગલમાં કચરો પણ ઓછો થયો છે. પરિક્રમા દરમ્યાન સફાઈનું કામ સંભાળતી સામાજિક સંસ્થાઓ પાસેથી જૂનાગઢ કલેક્ટરને મળેલા આંકડા મુજબ આ વર્ષે પરિક્રમા દરમ્યાન કુલ ૧૧,૭૮૫ કિલો કચરો ભેગો થયો છે, જે ગયા વર્ષે ૩૪,૭૯૦ કિલો જેટલો હતો.


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK