Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સૂરતમાં રોપાશે 70000 છોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સૂરતમાં રોપાશે 70000 છોડ

15 September, 2020 11:54 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સૂરતમાં રોપાશે 70000 છોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સૂરતમાં રોપાશે 70000 છોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સૂરતમાં રોપાશે 70000 છોડ


ગુજરાત (Gujarat)ના સૂરત (Surat) શહેરરમાં 17 સપ્ટેમ્બર (17 September)ના થનારા પીએેમ (Prime Minister Narendra Modi) નરેદ્ર મોદીના 70મા (70th Birthday) જન્મદિવસના અવસરે 70,000 છોડવાઓ રોપવામાં આવશે. સૂરત (Surat)ના ઉપ મહાપૌર નીરવ (Nirav Shah) શાહે જણાવ્યું કે, "અમે 15 દિવસ પહેલા આની શરૂઆત કરી દીધી હતી, મને લાગે છે કે અમે 16 સપ્ટેમ્બર સુધી 70,000 છોડ રોપી શકીશું." નોંધનીય છે કે વડાપ્રધાન (Prime Minister Narendra Modi)) નરેન્દ્ર મોદીના જન્મદિવસ (Birthday)ના અવસરે 14થી 20 સપ્ટેમ્બર સુધી દેશમાં ભારતીય (Bharatiya Janata Party) જનતા પાર્ટી તરફથી સેવા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. આ સેવા સપ્તાહ દરમિયાન ભાજપ (BJP) વડાપ્રધાન નરેન્દ્ર (Narendra Modi) મોદીના રોગ મુક્ત તેમજ દીર્ઘાયુ જીવનની કામના કરશે.

દેશના અન્ય રાજ્યોમાં પણ આ રીતે જ તૈયારીઓ થઈ રહી છે, ઓરિસ્સામાં પણ સોમવારે પહેલા દિવસે પાનાપોષ સાંગઠનિક જિલ્લા કૃષક મોરચા તરફથી જામસેરામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કોયલ નદીના તટ પર કેટલાય પ્રકારના છોડ વાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ધીરેન સેનાપતિની આગેવાનીમાં થયેલા આ પ્રોગ્રામમાં મોરચાના ઉપાધ્યક્ષ પી તિર્કી, રાજ્ય કૃષક મોરચાના મનોરંજન મુનિ, જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રત પટનાયક સહિત ઘણાં ગણમાન્ય લોકો હાજર હતા.



મંગળવારે 15 સપ્ટેમ્બરના પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં 70 દિવ્યાંગોને તેમની જરૂરિયાત પ્રમાણે મફતમાં ચશ્મા, કૃત્રિમ અંગ તેમજ ઉપકરણો વહેંચવામાં આવશે. આની સાથે જ સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી વિવિધ જનહિત યોજનાઓના વીડિયો તેમજ ફોટોઝ પ્રદર્શિત કરવામાં આવશે. ત્રીજા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરના રાજ્યના મંડળમાં બે વસ્તીઓ તેમજ હૉસ્પિટલમાં ફળ વિતરણ કરવામાં આવશે.


અઠવાડિયાના ચોથા દિવસે 17 સપ્ટેમ્બરના રાજ્યમાં 70 જગ્યાઓએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે તેની સાથે જ 70 કાર્યકર્તા પ્લાઝ્મા દાન કરશે. પાંચમા તેમજ છઠ્ઠા દિવસે અને 18 તેમજ 19 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત તેમજ નેતૃત્વને લઈને વેબિનાર દ્વારા રાજ્યમાં બે જગ્યાએ વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવશે. આમાં સમાજના બુદ્ધિજીવી તેમજ નાગરિકો ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 11:54 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK