ન્યુ યૉર્કમાં ૭૦૦થી વધુ લોકોની ધરપકડ

Published: 3rd October, 2011 20:30 IST

અમેરિકાની રાજનીતિમાં કૉર્પોરેટના વધી રહેલા પ્રભુત્વના વિરોધમાં ગઈ કાલે ન્યુ યૉર્કના બ્રુકલિન બ્રિજ પર ટ્રાફિક જૅમ કરીને દેખાવ કરનારા ૭૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વૉલ સ્ટ્રીટ વિરોધી કાર્યકરોએ બે સપ્તાહ પહેલાં ન્યુ યૉર્કના એક નાનકડા પાર્કમાં દેખાવો યોજ્યા હતા, પરંતુ ગઈ કાલે તેઓ છેક બ્રુકલિન બ્રિજ પર પહોંચી જતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો.

કેટલાક દેખાવકારોને પોલીસે થોડા જ કલાકોમાં છોડી મૂક્યા હતા. બાકીના લોકોને ર્કોટમાં રજૂ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK