ગાંધીનગર : 7 અપક્ષ ઉમેદવારોએ ચુંટણીના જંગમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી

ગાંધીનગર | Apr 07, 2019, 15:01 IST

શનિવારે જીલ્લા ચુંટણી તંત્ર દ્રારા ઉમેદવારીના ફોર્મ ચકાસણીમાં 11 ફોર્મ રદ્દ કર્યા હતા અને 34 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા. પરંતુ ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના પહેલા જ દિવસે 7 જેટલા અપક્ષ ઉમેદવારોએ ચુંટણીના મેદાન પર જંગ નહી લડવાનો નિર્ણય કર્યો.

ગાંધીનગર : 7 અપક્ષ ઉમેદવારોએ ચુંટણીના જંગમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી
File Photo

લોકસભા ચુંટણી 2019 જેમ નજીક આવતી જાય છે તેમ દેશભરમાં માહોલ ગરમ થતો જાય છે. ત્યારે ગુજરાતમાં પણ રાજકારણનો માહોલ ગરમાયો છે. આ વખતે ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાન પર ઉતાર્યા છે. જેને પગલે અપક્ષ તરીકે ચુંટણીના મેદાન પર ઉતરનારા ઉમેદવારો માટે ચીંતાનો વિષય બન્યો છે એવું લાગી રહ્યું છે. જેને પગલે ગાંધીનગરમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર 7 લોકોએ પોતાના ફોર્મ પરત ફેચ્યા છે.

ગાંધીનગરમાં ચુંટણી લડવા માટે  52થી વધુ અપક્ષ ઉમેદવારો મેદાન પર ઉતર્યા છે. તેવામાં ગઇ કાલે શનિવારે જીલ્લા ચુંટણી તંત્ર દ્રારા ઉમેદવારીના ફોર્મ ચકાસણીમાં 11 ફોર્મ રદ્દ કર્યા હતા અને 34 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા. પરંતુ ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના પહેલા જ દિવસે 7 જેટલા અપક્ષ ઉમેદવારોએ ચુંટણીના મેદાન પર જંગ નહી લડવાનો નિર્ણય કર્યો છે. તો 16 અપક્ષ ઉમેદવારો હજુ મેદાનમાં છે.

સોમવારે ગાંધીનગરનું સંપુર્ણ ચિત્ર સ્પષ્ટ થશે
લોકસભા ચુંટણીમાં ગુજરાતમાંથી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 8 એપ્રિલ છે. ત્યારે સોમવારે સંપુર્ણ ચીત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો ચુંટણીનો જંગ લડશે. ગાંધીનગર સીટ માટે યોજાનારી ચૂંટણીમા ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ જુઓ : ગીર: એકમાત્ર અભ્યારણ જે છે એશિયાટિક સિંહોનું ઘર

ચુંટણીના મેદાન એ જંગમાંથી ફોર્મ પરત ખેચનાર ઉમેદવારો
શનિવારે ચુંટણીના મેદાન એ જંગમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચનાર અપક્ષ ઉમેદવાર હતા. જેમાં બોપલ અમદાવાદના કેશવલાલ કાછડિયા, કીરણ પટેલ, ગાંધીનગર સેક્ટર 14ના અમિત ભારતી ગોસ્વામી, સેક્ટર 4ના મોતીભાઇ દેસાઇ, સાબરકાંઠાના ભાંખરા ગામના કોશિકકુમાર પાંડોર, માણસાના રિદ્રોલ ગામના દિપકભાઇ સુથાર અને અમદાવાદના રખિયાલના સુરેન્દ્રકુમાર શાહનો સમાવેશ થાય છે.

ચૂંટણીના મેદાનમાં હજુ 16 અપક્ષ હાજર
તારીખ 8મી એપ્રિલના દિવસે સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ત્યારે શનિવારે 7 અપક્ષ મેદાનમાંથી નીકળી ગયા પછી હજુ પણ 16 અપક્ષ ઉમેદવાર બાકી રહ્યાં છે. ત્યારે સોમવારે એ સ્પષ્ટ થઇ જશે કે કેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહે છે અને કેટલા મેદાનમાં આવતા પહેલા જ પરત ફરી જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK