૬ કરોડ ફૉલોઅર્સ : ટ્વિટર પર નરેન્દ્ર મોદીનો દબદબો

Published: Jul 20, 2020, 15:41 IST | Agencies | Mumbai Desk

હાલમાં વડા પ્રધાન મોદીને ટ્વિટર અકાઉન્ટ પર ૬ કરોડ લોકો ફૉલો કરે છે, જ્યારે વડા પ્રધાન મોદી ૨૩૫૫ લોકોને ફૉલો કરે છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર અકાઉન્ટ પર ફૉલોઅર્સની સંખ્યા ૬૦ મિલ્યન એટલે કે ૬ કરોડ થઈ ગઈ છે. હાલમાં વડા પ્રધાન મોદીને ટ્વિટર અકાઉન્ટ પર ૬ કરોડ લોકો ફૉલો કરે છે, જ્યારે વડા પ્રધાન મોદી ૨૩૫૫ લોકોને ફૉલો કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર જ નહીં, પરંતુ દુનિયાભરના એવા નેતાઓમાં સામેલ છે જેમને સૌથી વધારે ફૉલો કરવામાં આવે છે. વડા પ્રધાન મોદી ટ્વિટર પર સૌથી પહેલાં અકાઉન્ટ બનાવનારા નેતાઓમાંથી એક છે. તેમણે ૨૦૦૯માં ટ્વિટર પર અકાઉન્ટ બનાવ્યું હતું, ત્યારે જ કૉન્ગ્રેસના નેતા શશિ થરૂર પણ ટ્વિટર પર આવ્યા હતા. જોકે ફૉલોઅર્સ મામલે નરેન્દ્ર મોદીએ શશિ થરૂરને ઘણા પાછળ છોડી દીધા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ટ્વિટર પર ૨ કરોડ ૧૬ લાખ ફૉલોઅર્સ છે. બીજેપીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મે ૨૦૧૩માં ટ્વિટર સાથે જોડાયા હતા. એપ્રિલ ૨૦૧૩માં ટ્વિટર પર સક્રિય થયેલા રક્ષાપ્રધાન રાજનાથ સિંહના ૧ કરોડ ૭૮ લાખ ફૉલોઅર્સ છે.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર પર ૧ કરોડ ૫૨ લાખ ફૉલોઅર્સ છે. તેઓ એપ્રિલ ૨૦૧૫માં આ પ્લૅટફૉર્મ પર સક્રિય થયા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટર ફૉલોઅર્સની સંખ્યા એક કરોડથી ઓછી છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ૧૨.૯ કરોડ ફૉલોઅર્સ છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં એ સંખ્યા ૧૦.૮ કરોડ હતી. ટ્વિટર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ફૉલોઅર્સની સંખ્યા ૮.૩૭ કરોડ સુધી પહોંચી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK