એક વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન લૂંટીને થાણે શહેરમાં વેચી દેવા બદલ પોલીસે પાંચ વ્યક્તિની ધરપકડ કરી એક સગીરને અટકાયતમાં લીધો હોવાનું અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
આ ઘટના ૪ જાન્યુઆરીએ રાતે બની હતી, જ્યારે કોલશેત રોડ પર કામ કરતા ૪૫ વર્ષના આઇટી-કન્સલ્ટન્ટને મોટરસાઇકલ પર આવેલા ત્રણ જણે લોખંડના સળિયા વડે માર મારીને તેની પાસેનો ૧૨,૦૦૦ રૂપિયાનો મોબાઇલ આંચકી લીધો હતો.
કેસની તપાસ દરમ્યાન પોલીસને માહિતી મળી હતી એના આધારે બુધવારે કાપૂરબાવડી નાકા પરથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એમાં સંકળાયેલા એક સગીર છોકરા અને અન્ય ત્રણ જણને ઝડપી લીધા હતા. પોલીસે મોબાઇલ અને લૂંટમાં વપરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
Coronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTતોડી દીવાર, નિકલી બારગર્લ્સ
28th February, 2021 11:08 ISTપ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન
28th February, 2021 11:05 IST